Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિદ્યાનગરમાં વેપારીઓની માંગને લઈ લોકડાઉનનો સમય ઘટાડાયો : સાંજે ૬ કલાકથી કર્ફ્યુ રહેશે…

આણંદ : રાજ્યમાં કોરોના સંક્રમણ સ્થિતિ બેકાબુ થતા સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્દેશના પગલે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે. જોકે આણંદ કલેકટર દ્વારા આણંદ સાથે સીધા જ જોડાઈ ગયેલ વિદ્યાનગર અને કરમસદમાં પણ રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધીના કરફ્યુનું જાહેરનામું બહાર પાડી કોરોના સંક્રમણની સાંકળ તોડવા સખ્ત પ્રયત્નો આદર્યા છે. આણંદ અને વિદ્યાનગર પાલિકા સત્તાધીશો દ્વારા કરફ્યુના સમય બપોર થી કરવાની જાહેરાતને લઈ લોકઆક્રોશ વધ્યો હતો. જેમાં વિદ્યાનગર પાલિકાએ નાના અને મોટા વેપારીઓ પોતાનો રોષ વ્યકત કરી પાલિકાના નિર્ણય વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

જેમાં આજરોજ વિદ્યાનગર નગરપાલિકા દ્વારા વેપારીઓની રજુઆત સાંભળી તેઓને આર્થિક નુકસાન થાય નહી અને વેપાર ધંધા થાય તે માટે લોકડાઉનનો સમય ઘટાડીને સાંજના ૬ થી સવારના ૬ કરવામાં આવ્યો છે. અને આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો સમય સાંજના ૬ થી સવારના ૬ કરાયા છે. જેથી હવે વેપારીઓ સવારે ૬ થી સાંજના ૬ દરમિયાન પોતાના વેપાર ધંધા ચાલુ રાખી શકશે.

Related posts

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદે ચા વેચનાર કનુભાઈ બેંગ્લોરીની બિનહરીફ વરણી કરવામાં આવી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ CCTV કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ

Charotar Sandesh