Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ CCTV કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ

CCTV કેમેરા

આણંદ : જિલ્લામાં બનતા ગુનાઓ, શાળા કોલેજોમાં બનતા અપહરણ – છેડતીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવામાં મહત્વની કડી બને તે હેતુથી વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવામાં આવે તો ગુનેગારો તથા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરૂધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજુ થઈ શકે છે.

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જીલ્લામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્ક, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, કોર્મશીયલ કોમ્પ્લેક્ષ, સાયબર કાફે ઉપર આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તથા ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં જે તે દુકાનો – પેઢીઓ – સંસ્થાઓના માલિકોએ સીસીટીવી કેમેરા વીથ રેકોર્ડીંગ (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) ગોઠવવા તેમજ કોર્મશીયલ કોમ્પ્લેક્ષ તથા શાળા -કોલેજોમાં બનતા અપહરણ છેડતીના બનાવો અટકાવવા માટે શાળા – કોલેજોના પ્રવેશ નિકાસના રોડની સાઈડ ઉપર વ્યકિત કે વાહન આઈડેન્ટીફાય થઈ શકે તથા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી કવોલીટીના કેમેરા રાખવાનો હુકમ ફરમાવેલ છે.

આ જાહેરનામું ૦૬/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Other News : ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર

Related posts

આણંદ જિલ્લા કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા શ્રી આર.જી. ગોહિલ

Charotar Sandesh

ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

Charotar Sandesh

કિશાન દિવસ નિમિત્તે આણંદ લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલે નાવલી ગામની મુલાકાત લીધી…

Charotar Sandesh