Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

શેરબજાર ધડામ : સેન્સેક્સમાં ૧૪૦૦ અંકનો જંગી કડાકો…

  • બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ
  • રોકાણકારોએ એક જ દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા,એક સમયે સેન્સેક્સ ૨૦૦૦થી વધુ અંક ગબડ્યો હતો જે દિવસના અંતે ૧૪૦૬ પોઇન્ટ ઘટી ૪૫,૫૫૩ની સપાટીએ બંધ જ્યારે નિફ્ટીમાં ૪૩૨ અંકના ગાબડા સાથે ૧૩,૩૨૮ની ટૉચે
  • બેન્ક નિફ્ટીમાં કડાકોઃ ૧૦૪૦ અંકનો ઘટાડો, ડૉલરની તુલનામાં રૂપિયો ૧૮ પૈસાના ઘટાડા સાથે ૭૩.૭૫ પર ખૂલ્યો

મુંબઇ : બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતાં દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ નવા સ્ટ્રેનની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળી છે. શેર બજાર ધડામ કરતાં પછડાયું છે અને સેન્સેક્સમાં ૧૪૦૦ અને નિફ્ટીમાં ૪૩૨ અંકોનું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ ૩ ટકા એટલે કે ૧,૪૦૬.૭૩ અંકોના ઘટાડા સાથે ૪૫,૫૫૩.૯૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૩.૧૪ ટકા એટલે કે ૪૩૨.૧૫ અંકોના ઘટાડા સાથે ૧૩,૩૨૮.૪૦ પર બંધ રહ્યું હતું. અમુક દેશોમાં લોકડાઉનની જાહેરાત બાદ બજારમાં ગાબડું પડ્યું છે. બેન્ક નિફ્ટીમાં ૧૦૪૦ અંકનો ઘડાટો નોંધાયો છે. શેરબજારમાં આવેલાં કોહરામને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ભારતીય રૂપિયો સોમવારે ડૉલરની તુલનામાં ૧૮ પૈસાના ઘટાડા સાથે ૭૩.૭૫ પર ખૂલ્યો હતો. જે શુક્રવારે ૭૩.૫૭ પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ઈન્ટ્રાડેમાં ૨૦૦૦ અંકનો ઘટાડો નોંધાયો હતો જેના બાદ સેન્સેક્સમાં રિકવરી થતા ૧,૪૦૬.૭૩ના ઘટાડા સાથે બંધ થયો હતો.
સોમવાર બજાર બંધ થતાં તમામ ૧૧ સેક્ટોરલ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંકમાં ૪.૨૫ ટકા, નિફ્ટી ઓટોમાં ૪.૬૦ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ૩.૩૩ ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસમાં ૨૫/૫૦માં ૩.૬૪ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૨.૮૪ ટકા, નિફ્ટી આઈટીમાં ૧.૭૭ ટકા, નિફ્ટી મીડિયામાં ૬.૫૨ ટકા, નિફ્ટી મેટલમાં ૫.૭૫ ટકા, નિફ્ટી ફાર્મામાં ૩.૮૮ ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં ૭.૧૨ ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં ૪.૨૮૯ ટકા હતો.
બેંક ઉપરાંત ઓટો શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો ટાટા મોટર્સ ૯.૪૪ ટકા તૂટ્યો હતો જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૬.૨૬ ટકા, હીરો મોટોકોર્પ ૪.૫ ટકા, આઈશર મોટર્સ ૩.૪૧ ટકા, બજાજ ઓટો ૩.૨૭ ટકા અને મારુતિ ૨.૭૩ ટકા તૂટ્યા હતા. આ સિવાય ગેઈલ, આઈઓસી, બીપીસીએલ જેવા પેટ્રોલિયમ શેર્સ અને હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ જેવા મેટલ શેર્સમાં પણ કડાકો જોવાયો હતો.
સેન્સેક્સ પર ONGC ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, SBI, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC ૯.૧૫ ટકા ઘટીને ૮૯.૯૦ પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક ૬.૯૮ ટકા ઘટીને ૯૪૧.૮૫ પર બંધ રહ્યો હતો. SBI ૬.૨૬ ટકા ઘટીને ૬૮૬.૨૦ પર બંધ રહ્યો હતો. M&M ૬.૧૯ ટકા ઘટીને ૨૫૪.૬૦ પર બંધ રહ્યો હતો. NTPC ૫.૯૮ ટકા ઘટીને ૯૭.૫૦ પર બંધ રહ્યો હતો.
ઘટાડા સાથે યુરોપિયન બજારો ખુલવાને કારણે ભારતીય શેર બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં ફરી એકવાર નવા પ્રકારના કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં તણાવ વધ્યો છે. બ્રિટનમાં નવા પ્રકારનાં કોરોના વાયરસ સામેની લડતમાં નવો વળાંક આવ્યો છે. જેના કારણે બ્રિટનમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા દેશોએ બ્રિટનથી આવવા અને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં યુકેના યુરોપિયન પડોશીઓએ પણ ભયને કારણે યુકેના પ્રવાસીઓ માટે તેમના દરવાજા બંધ કરવાનું શરૂ કરી દીધું છે. આ તે જ કારણ હતું કે આજે યુરોપિયન બજારમાં ડાઉનવર્ડ વલણ સાથે ખુલ્યું.

Related posts

કોરોનાએ ૩ મહિનાનો રેકોર્ડ તોડ્યો, ૨૪ કલાકમાં ૨૮ હજારથી વધુ લોકો સંક્રમિત…

Charotar Sandesh

નિર્ભયાના ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાશે : દિલ્હી હાઈકોર્ટ

Charotar Sandesh

પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત ૨૯ દુર્લભ મૂર્તિઓ પરત લાવવામાં આવી

Charotar Sandesh