Charotar Sandesh
સ્પોર્ટ્સ

સચિન તેંદુલકરે યોર્કર મેન લસિથ મલિંગાની તસવીર શેર કરી બધાને ચોંકાવ્યા…

નવી દિલ્હી : ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદુલકરે દિગ્ગજ યોર્કર મેન લસિથ મલિંગાની તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ તસવીરમાં સચિને મલિંગાને એક ખાસ પ્રકારનુ કામ કરવા માટે સલાહ આપી છે. આઇસીસીએ પોતાના નવા નિયમો અનુસાર એ કહ્યું છે કે કોરોના સંકટની વચ્ચે કોઇપણ ખેલાડી બૉલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ નથી કરી શકતો. આ મામલે લસિથ મલિંગા એક જ એવો બૉલર છે, જે રનઅપ દરમિયાન બૉલને ચૂમી લે છે. આવામાં સચિને તેને આમ ના કરવાની સલાહ આપી છે. તેને કહ્યું કે હવે મલિંગાને પોતાની બૉલિંગ અને રનઅપમાં થોડો ફેરફાર કરવો પડશે.

સચિન તેંદુલકરે યોર્કર મેન લસિથ મલિંગાની તસવીર શેર કરી બધાને ચોંકાવ્યા…ખાસ વાત છે કે યોર્કર મેન મલિંગ જ્યારે પણ બૉલિંગ કરે છે ત્યારે તે રનઅપ દરમિયાન બૉલને વારંવાર ચૂમે છે. સચિને ટ્‌વીટર પર મલિંગાની એક તસવીર પૉસ્ટ કરી છે, આ તસવીરમાં મલિંગા પોતાની બૉલિંગ માર્કને શરૂ કરવાના સમયે બૉલને ચૂમતો દેખાઇ રહ્યો છે. સચિને આ તસવીરના કેપ્શનમાં લખ્યું- આ ખેલાડીને આઇસીસીના નિયમો બાદ પોતાના રન-અપ રૂટીનને પણ બદલવુ પડશે, શું કહે છે માલી? સચિને આ તસવીરને મલિંગની સાથે ટેગ પણ કરી છે, અને તેમને પુછ્યુ છે કે તે આ વિશે શું વિચારે છે. આઇસીસીએ બૉલને ચમકાવવા માટે વપરાતી લાળ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનુ છે કે લસિથ મલિંગા સીમિત ઓવરોમાં ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મહાન ફાસ્ટ બૉલરોમાંનો એક ગણાય છે. શ્રીલંકન પેસર પાસે દુનિયાની સૌથી અલગ બૉલિંગ એક્શન છે.

Related posts

આઈપીએલ ક્લોઝિંગ સેરેમની : અમદાવાદના મોદી સ્ટેડીયમમાં મા તુજે સલામથી ગુંજી ઉઠ્યું : જુઓ તસ્વીરો

Charotar Sandesh

ધોની ઘોડાને માલિશ કરી પ્રેમ વરસાવી રહ્યો, વિડીયો થયો વાયરલ…

Charotar Sandesh

આઇપીએલમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે…

Charotar Sandesh