Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

સી ડી એસ સંસ્થા દ્વારા ગંગા ડેરી ફાર્મ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

આણંદ : ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે કામ કરતી સી ડી એસ સંસ્થા દ્વારા સંચાલિત ગંગા ડેરી ફાર્મ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પ્રસ્તુત કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સંસ્થાના પ્રમુખ શ્રી મનોજ મેકવાને સેવા આપી હતી.

સૌ પ્રથમ સંસ્થાના સુપરવાઈઝર મશીરા વહોરાએ પ્રસ્તુત કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ સ્પષ્ટ કરી સૌ તજજ્ઞોને આવકાર્ય હતાં. સ્શ્રી મનોજ મેકવાને પર્યાવરણ સામે ઉભા થયેલા ખતરા, ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણના બચાવ માટે માનવીની ભૂમિકા વગેરે વિષયોને ધ્યાનમાં રાખી વક્તવ્ય રજુ કર્યા હતા. પર્યાવરણ બચાવ માટે પ્લ્સ્તીકના ઉપયોગને ટાળવા અંગે વાર્તાલાપ કર્યો હતો. આ માહિતીપ્રદ વક્તવ્ય અને વાર્તાલાપ બાદ સૌ તાલીમાર્થી બહેનોએ પર્યાવરણ બચાવો અંગે મનન ચિંતન કરી પોતાના વિચારો અભિવ્યક્ત કરી પોતાની જીવનશૈલી પર્યાવરણ અભિમુખ બનાવવાના ઉપાયો સૂચવ્યા હતાં.

સંસ્થાના પ્રમુખ શ્રી મનોજ મેકવાન અને ચેરમેન ડો અલકા મેકવાને સૌ સહભાગી તાલીમાર્થીઓને પર્યાવરણ અંગે નિસ્બત ઉભી કરવા અભિનંદન પાઠવી પર્યાવરણ બચાવવા કટિબદ્ધતા દાખવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સંસ્થાના કાર્યકર્તાઓની જહેમતને પણ વધાવી અભિનંદન પાઠવ્યા હતાં.

Related posts

બનાવટી સર્ટીફીકેટ-માર્કશીટ બનાવડાવી વિદેશ મોકલતા ભેજાબાજોને ઝડપી પાડતી એસ.ઓ.જી. આણંદ…

Charotar Sandesh

નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી : ઉમરેઠ ન.પા.માં ઈવીએમ મશીનનું નિદર્શન કરાયું…

Charotar Sandesh

ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં તારાપુરમાં બંધનું એલાન : પોલિસનો સંપૂર્ણ બંદોબસ્ત

Charotar Sandesh