Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સુરતની ભૂરી અને કિર્તી પટેલનો એક સાથેનો નવો વિડીઓ વાયરલ…

સુરત : શહેરના વિવાદિત ચહેરા એવા લેડી ડોન ભૂરી અને ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને સાથે રહીને કહે છે કે, આ તો લાજપોર જેલની ભઈબંધી છે, એમાં કંઈ ના ઘટે…બાકી આમ જો મગજ હટે તો બધાના બાપ છીએપઅમારી જેલની ભઈબંધીમાં નજર ન લગાવતા હો. જોકે, આ વીડિયો ક્યારનો અને ક્યા ઉતારવામાં આવેલો છે તે અંગે કોઈ જાણકારી નથી. વિવાદિત કિર્તી પટેલે લેડી ડોન ભૂરી સાથે વીડિયો બનાવીને ભારે ચર્ચાઓ જગાવી છે.
સુરતના લાજપોર જેલમાં કિર્તી પટેલ સાથે સુરતની લેડી ડોન ભૂરીની મિત્રતા થઈ હતી. અસ્મિતા ઉર્ફે ભૂરી અને કિર્તી પટેલની દોસ્તીની વીડિયોમાં ચર્ચાએ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને કેવી રીતે વાઈરલ થયો તેના વિશે માહિતી નથી. પરંતુ વિવાદિત ભૂતકાળ ધરાવતી સુરતની આ બંને યુવતીઓએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં કિર્તી પટેલ ડાયલોગ મારતી દેખાઈ રહી છે. જેમાં કિર્તી પટેલ વીડિયોમાં સ્પષ્ટ બોલી રહી છે કે, રસ નથી અમને કોઈ મગજ મારીમાં, અમે તો વ્યસ્ત છે અમારી યારીમાપઘટે તો જિંદગી ઘટે,
પરંતુ અમારી લાજપોર જેલની ભઈબંધી યારી છે એમાં કંઈ ના ઘટે..બાકી આમ જો મગજ હટે તો બધાના બાપ છીએપઅમારી જેલની ભઈબંધીમાં નજર ન લગાવતા હો..લેડી ડોન ભૂરી જાહેરમાં છરા લઈને હુમલા, ધાક ધમકી સહિતાના ગુનાઓમાં લાજપોર જેલની હવા ખાઈ આવી છે. જ્યારે કિર્તી પટેલ પણ પુણામાં હત્યાના પ્રયાસમાં લાજપોર જેલમાં જઈ આવી છે. દરમિયાન આ બંનેની મિત્રતા થઈ હતી. કીર્તિ પટેલના ટીકટોક પર ૨ મિલિયનથી વધારે ફોલોઅર્સ હતા. અને ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે.

Related posts

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન

Charotar Sandesh

ભારે વરસાદથી નવસારી હાઈવે પર પ૦૦૦ જેટલા ટ્રક ફસાયા : અંદાજે રૂ. ૫૦૦ કરોડનું નુકશાન

Charotar Sandesh

ઉકાઈમાંથી સતત ત્રીજા દિવસે પાણી છોડાયું, ડેમના ૧૩ દરવાજા ૮.૫ ફૂટ ખોલાયા…

Charotar Sandesh