Charotar Sandesh
ગુજરાત

હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે…

પાંજરાપોળ માટે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત…

હવે ૧થી ૧૦ હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને ૧૦ લાખ સુધીની સહાય મળશે…

ગાંધીનગર : કોરોના મહામારીને કારણે સંકટનો સામનો કરી રહેલી પાંજરાપોળ માટે રાહતના સમાચાર છે. હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંજરાપોળને સહાયની મોટી જાહેરાત કરી છે. પાંજરાપોળમાં ટ્યુબવેલ માટે રૂ.૧૦ લાખની સહાય સીએમ રૂપાણી દ્વારા જાહેર કરાઈ છે. તો ચાબ કટર માટે સવા લાખ સુધીની સહાય, સ્પ્રિંક ઈરિગેશન સિસ્ટમ માટે રૂ.૫ લાખની સહાય જાહેર કરાઈ છે. જમીનની માલિકી ધરાવતા પાંજરાપોળને આ સહાયનો લાભ મળશે.
રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી યોજનાની જાહેરાત કરી હતી. ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીકલ પેનલ, ગ્રીન ફોડર બેલર, ચાફકટર, ઇરિગેશન સિસ્ટમ, રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સહાય મળશે.
હવે રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ટ્યૂબવેલ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય ૧ થી ૧૦ હેકટર જમીન ધરાવતી રજિસ્ટર્ડ પાંજરાપોળને મળી શકશે.
સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ. ૮ લાખની મર્યાદામાં સહાય, ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય ઉગેલાં ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ. ૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે. સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય, રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂપિયા ૩૫ હજારથી ૧.૦૫ લાખ સુધી સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે.

Related posts

વરસાદનો ત્રીજો રાઉન્ડ આ શહેરોમાં ભૂક્કા બોલાવી દેશે : આગામી ૭ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

Charotar Sandesh

સોલિડ વેસ્ટ મેનેજમન્ટ વિભાગની લાલ આંખ, ૧૦૧૩ લોકોને નોટિસ ફટકારી

Charotar Sandesh

ગુજ૨ાતનાં અનેક વિસ્તા૨ોમાં કમોસમી મેઘસવા૨ી : ‘મહા’ વાવાઝોડાનું જોર ઘટ્યું…

Charotar Sandesh