હિંસક ઘર્ષણમાં ૨૦૦થી વધુ લોકોનાં મોત થયા, ૧૭૧૦ લોકો ઘાયલ…
યેરુસલેમ : ઇઝરાયેલ અને હમાસ ગુરૂવારના સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા. ૧૧ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી મચી. મોટાભાગના ઇઝરાયેલમાં જીવન ઠપ્પ થઈ ગયું અને ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે ગાઝાપટ્ટીમાં ૧૧ દિવસથી ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એકતરફી સંઘર્ષવિરામને મંજૂરી આપી છે. મીડિયામાં આવેલા સમાચારો કહેવામાં આવ્યું છે કે હુમલાઓને રોકવા માટે અમેરિકા તરફથી દબાવ બનાવ્યા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંઘર્ષ વિરામના એલાન પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે, તેમના સુરક્ષા મંત્રીમંડળે ઇઝરાયેલના સૈન્ય પ્રમુખ અને ટોચના સુરક્ષા અધિકારીઓની ભલામણો બાદ મિસ્ત્રના સંઘર્ષ વિરામ પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકાર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઑપરેશનમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પણ મળી જે ઘણી અભૂતપૂર્વ છે.” નિવેદન પ્રમાણે, “રાજકીય નેતાઓએ એ વાત પર ભાર આપ્યો કે, જમીની હકીકત ઑપરેશનનું ભવિષ્ય નક્કી કરશે.” ઇઝરાયેલી પીએમની ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને હમાસ માટે ધમકી જેવું માનવામાં આવી રહ્યું છે.
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથ ૬૫ બાળકો અને ૩૯ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૨૩૦ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. તો ૧,૭૧૦ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયેલમાં ૫ વર્ષના બાળક અને ૧૬ વર્ષની છોકરી સહિત ૧૨ લોકોના મોત થયા છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. બાઇડને યુદ્ધવિરામ માટે ઇઝરાયેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ આતંકવાદી જૂથોથી ખુદનો બચાવ કરવા માટે ઇઝરાયેલનું સમર્થન કર્યું. બાઇડને કહ્યું કે, તેમની સરકાર ખાતરી કરવામાં મદદ કરશે કે ભવિષ્ય માટે આઇરન ડોમ સિસ્ટમ પુરી પાડવામાં આવે.
બાઇડને કહ્યું કે, “મારું માનવું છે કે અમારી પાસે આગળ વધવા માટેની એક વાસ્તવિક તક છે અને હું આ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.” ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામ નેતન્યાહૂ માટે સંવેદનશીલ સમય પર આવ્યો છે. આ વર્ષે માર્ચમાં એક અનિર્ણાયક ચૂંટણી બાદ નેતન્યાહૂ સંસદમાં બહુમત બનાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના વિરોધીઓની પાસે હવે તેમની વૈકલ્પિક સરકાર બનાવવા માટે ૨ જૂન સુધીનો સમય છે.