Charotar Sandesh
ઈન્ડિયા

દેશના ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ મળશે…

કોરોના મહામારી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવાઈ…
– નવેમ્બર સુધી ગરીબ પરિવારોને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા અને એક કિલો દાળ આપવામાં આવશે, આ યોજના માટે દેશના ખેડૂતો અને ટેક્સપેયર આભારી છે…
– અનલોક ૧.૦ શરૂ થયા બાદ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધી,નિયમો તમામ માટે સમાન
– વન નેશન વન રાશન કાર્ડનો સૌથી મોટો લાભ તે ગરીબ સાથીઓને મળશે જે રોજગાર અથવા બીજી જરૂરીયાત માટે પોતાનો ગામ છોડીને બીજે જાય છે…
– રોગચાળાને ફેલાતો અટકાવવા માટે બેજવાબદાર રહેવાને બદલે નિયમોનું પાલન કરવા અપીલ,મહામારીથી બચવા લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા, ભીડ ભાડવાળી જગ્યાથી દુર રહેવા અપીલ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અને ચીન સાથે તણાવ વચ્ચે દેશના નામે સંબોધન કર્યુ હતું. દેશમાં કોરોનાના કહેર વચ્ચે આ છઠ્ઠી વખત છે જ્યારે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સામે લડતા ભારતમાં ૮૦ કરોડ લોકોને ત્રણ મહિનાનું રાશન મફત આપવામાં આવ્યુ છે. જ્યારે દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી છે. નવેમ્બર સુધી ગરીબ પરિવારોને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા અને એક કિલો દાળ પણ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ લડતા લડતા અમે અનલોક-૨માં પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે તે હવામાનમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જ્યા શરદી, તાવ આવે છે જેને કારણે કેસ વધી જાય છે એવામાં મારી દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયમાં પોતાનું ધ્યાન રાખો. જ્યારથી દેશમાં અનલોક-૧ થયુ છે વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધતી જઇ રહી છે. ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવાને લઇને સતર્ક પરંતુ આજે જ્યારે વધુ સતર્ક રહેવાની જરૂર છે ત્યારે બેદરકારી વધવી ચિંતાનું કારણ છે. લોકડાઉન દરમિયાન ઘણી ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં નથી આવ્યુ. હવે સરકારોએ સ્થાનિક સંસ્થાઓએ, દેશના નાગરીકોએ ફરી તે રીતની સતર્કતા બતાવવાની જરૂર છે. વિશેષ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ ધ્યાન આપવુ પડશે. જે પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. અમારે તેમણે ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે. એક દેશના વડાપ્રધાન પર ૧૩ હજાર રૂપિયાનો દંડ એટલા માટે લાગ્યો કારણ કે તે સાર્વજનિક સ્થળે માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક તંત્રએ આ રીતની કડકાઇથી કામ કરવુ જોઇએ. ભારતમાં ગ્રામનો પ્રધાન હોય કે દેશનો વડાપ્રધાન કોઇ પણ નિયમોથી ઉપર નથી.
લોકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. એવી સ્થિતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચુલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સિવિલ સોસાયટીના લોકો હોય તમામે પુરો પ્રયાસ કર્યો છે કે આટલા મોટા દેશમાં અમારા કોઇ ગરીબ ભાઇ-બહેન ભૂખો ના ઉંઘે. દેશ હોય કે વ્યક્તિ સમયપર નિર્ણય લેવાથી, સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી કોઇ પણ મુકાબલો કરવાની શક્તિ અનેક ઘણી વધી જાય છે. લોકડાઉન હોવા છતા પણ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ મંત્રી યોજના લઇને આવી છે. ગરીબો માટે પોણા ૨ લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યુ છે.
૩ મહિનામાં ૨૦ કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા ૩૧ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ દરમિયાન ૯ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા જમા થયા છે. આ સાથે જ ગામમાં શ્રમિકોને રોજગાર આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન તેજ ગતિથી આરંભ કરી દેવામાં આવ્યુ છે. અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ઘણા વધુ લોકોને બ્રિટનની જનસંખ્યાથી ૧૨ ઘણા વધુ લોકોને અને યુરોપિયન યૂનિયનની બે ઘણાથી વધુ લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે. આજે હું તેનાથી જોડાયેલી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઇ રહ્યો છું. અમારે ત્યા વર્ષાઋતુ દરમિયાન અને તે બાદ મુખ્ય રીતે કોઇ વિસ્તારમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં વધુ કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી રહે છે. જુલાઇથી ધીમે ધીમે તહેવારોનો માહોલ બનવા લાગે છે. તમે જુવો ૫ જુલાઇએ ગુરૂ પૂર્ણીમા છે પછી શ્રાવણ શરૂ થઇ રહ્યો છે, રક્ષાબંધન આવશે, ૧૫ ઓગસ્ટ આવશે અને આગળ જઇએ તો નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી, છઠ્ઠી મૈયાની પૂજા છે. તહેવારોનો આ સમય જરૂરતો પણ વધારે છે અને ખર્ચ પણ વધારે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી કરી દેવામાં આવ્યો છે. ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપનારી આ યોજના હવે જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ લાગુ રહેશે.
સરકાર દ્વારા આ પાંચ મહિના માટે ૮૦ કરોડથી વધુ ગરીબ ભાઇ-બહેનોને દર મહિને પરિવારના દરેક સભ્યને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા મફત આપવામાં આવશે. દરેક પરિવારને દર મહિને ૧ કિલો ચણા પણ મફત આપવામાં આવશે.૯૦ હજાર કરોડથી વધુ ખર્ચ થશે. છેલ્લા ૩ મહિનાનો ખર્ચ જોડી દઇએ તો દોઢ કરોડ ખર્ચ થઇ જાય છે. પુરા ભારત માટે અમે સપનું જોયુ છે. કેટલાક રાજ્યોએ જ્યારે સૌથી સારૂ કામ પણ કર્યુ છે. બાકી રાજ્યોને પણ આગ્રહ કરી રહ્યા છીએ કે કામને આગળ વધારો, પુરા ભારત માટે એક રાશન કાર્ડની વ્યવસ્થા થઇ રહી છે. વન નેશન વન રાશન કાર્ડનો સૌથી મોટો લાભ તે ગરીબ સાથીઓને મળશે જે રોજગાર અથવા બીજી જરૂરીયાત માટે પોતાનો ગામ છોડીને બીજે જાય છે. કોઇ અન્ય રાજ્યમાં જાય છે. આજે ગરીબોને જરૂરતમંદને સરકાર મફત અનાજ આપી રહી છે તો તેને શ્રેય બે વર્ગને જાય છે. પહેલો અમારા દેશના મહેનતુ ખેડૂત અને બીજા અમારા દેશના ઇમાનદાર ટેક્સ પેયર. તમારો પરિશ્રમ, તમારો સમર્પણ જ દેશ આ મદદ કરી શકે છે. તમે દેશનો અન્ન ભંડાર ભર્યો છે માટે ગરીબનો, શ્રમિકનો ચુલો સળગી રહ્યો છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભર્યો છે, તમારૂ દાયિત્વ નિભાવ્યુ છે માટે આ દેશનો ગરીબ આટલા મોટા સંકટમાં મુકાબલો કરી શકે છે.
આ સંકટ સામે આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓને મળીને સંકટ સાથે કામ પણ કરવુ છે અને આગળ પણ વધવુ છે. ફરી એક વખત હું તમને બધાને પ્રાર્થના કરૂ છું, તમારા માટે પણ પ્રાર્થના કરૂ છુ અને આગ્રહ કરૂ છું તમે બધા સ્વસ્થ રહો, બે ફૂટનું પાલન કરતા રહો. ગમછા, ફેસ કવર, માસ્કનો હંમેશા ઉપયોગ કરો. કોઇ બેદરકારી ના રાખો. આ આગ્રહ, આ પ્રાર્થના સાથે હું તમને બધાને શુભેચ્છા પાઠવુ છું.

Related posts

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઈ તેની તપાસ હવે હાઈલેવલ કમિટી કરશે

Charotar Sandesh

મુકેશ અંબાણીએ ન્યુયોર્કની લક્ઝુરિયસ હોટલ ૭૨૮ કરોડમાં ખરીદી

Charotar Sandesh

કોંગ્રેસના નેતા અને તિરૂવંતપુરમ લોકસભા બેઠકના ઉમેદવાર શશી થરૂર હાલમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે.

Charotar Sandesh