Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે

રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર

ભાજપ માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાયા

કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પૃથ્વીરાજ ચૌહાણ, બઘેલ, ગેહલોત પ્રચારમાં આવશે

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ગુજરાતની તમામ ૨૯ બેઠકો પર સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે. આ પછી દરેક બેઠકો પર પ્રચારની ગતિવિધિ વેગ પકડશે. રાજયમાં મુખ્યત્વે સ્પર્ધા (politics) ભાજપ અને કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટી વચ્ચે છે. ત્યારે પોતાના ઉમેદવારોના પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસો (politics) હવે તબક્કાવાર રીતે શરૂ થવા જઈ રહ્યા છે.

દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ના પ્રવાસો પણ આગામી દિવસોમાં ગોઠવાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓના પ્રચારની તૈયારી ચાલી રહી છે. આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગત સપ્તાહે જ પ્રચાર પ્રવાસે આવી ગયા.

ભાજપે તેની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને એ મુજબ PM મોદી, ગૃહમંત્રી Amit Shah સહિતના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસોની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સપ્તાહે આ બન્નેમાંથી એક નેતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રચાર પ્રવાસે આવે તેવું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાઓ ગજવી છે તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ ૨૬ બેઠકો પરનો પ્રવાસ પૂરો કર્યો છે. પાટીલે દરેક લોકસભામાં (politics) બૂથ પ્રમુખ સંમેલનો યોજી કેવી રીતે જે તે લોક્સભામાં મહત્તમ લીડ પ્રાપ્ત કરી શકાય એમ છે તેનું વિગતવાર માર્ગદર્શન આપ્યું છે.

આમેય આ વખતે ગરમીનો પારો માર્ચ મહિનાથી જ ઊંચે જતાં રાજકીય પક્ષો (politics) એ ઉમેદવારો વહેલા જાહેર કર્યા છાંય સાર્વત્રિક પ્રચારનો માહોલ હજુ ઊભો થયો નથી. એમાંય રાજકોટ ભાજપના ઉમેદવાર (politics) અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ઊભી થયેલી ક્ષત્રિય આંદોલનની ઓધીએ માહોલ હજુ જામવા દીધો નથી. ભાજપને તેના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રવાસ પર મદાર છે તો કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો પર આશા છે. સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. સોમવારે સજિ ચિત્ર સ્પષ્ટ થશે.

Other News : ઉમરેઠમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જોઈ ક્ષત્રીયો વિફર્યા : હાય રે ભાજપ ના નારા લાગ્યા

Related posts

પરશુરામ જયંતીની બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ઉજવણી

Charotar Sandesh

કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં વાનના માલિકો પાણીપુરી-શાકભાજી વેચવા મજબૂર થયા…

Charotar Sandesh

કડકડતી ઠંડી માટે તૈયાર રહો : તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો થશે..!

Charotar Sandesh