Charotar Sandesh
ગુજરાત

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો

કર્મચારીઓના મોંઘવારી ભથ્થા

ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમ પ્રમાણે ૨૮ ટકા મોંઘવારી ભથ્થા સાથે પગાર અને પેન્શન ચુકવવામાં આવશે. ૨ મહિનાનું એરીયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચુકવવામાં આવશે.

૧ મહિનાના એરીયર્સની રકમ ૩૭૮ કરોડ રૂપિયા થાય છે

આ નિર્ણયનો લાભ ગુજરાત સરકારના ૯,૬૧,૬૦૦ કર્મચારીઓને મળશે, જેમાં ૫,૧૧,૧૨૯ જેટલા ગુજરાત સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના ૪,૫૦,૫૦૯ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ રાજ્ય સરકારના સાડા ચાર લાખ પેન્શનરોને પણ અનો લાભ મળશે.ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના કર્મચારીઓને હવે ૨૮ ટકા મોંઘવારી ભથ્થું મળશે.

Other News : હવે ખાનગી સોસાયટીઓનાં કામોમાં ધારાસભ્યો-કોર્પોરેટરો ૨૦% ગ્રાન્ટ ફાળવી શકશે : જાણો વિગત

Related posts

આજે CMની શપથવિધિ બાદ સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થશે : જાણો મંત્રીપદ માટે કોને આવ્યા ફોન ?

Charotar Sandesh

સુરતમાં ભાજપ ૯૩ બેઠક પર અને આપે ૨૭ બેઠક પર મેળવી જીત…

Charotar Sandesh

ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, યોજનાઓ લોકો સુધી પહોંચાડો : પાટીલ

Charotar Sandesh