Charotar Sandesh
ગુજરાત

આજે CMની શપથવિધિ બાદ સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થશે : જાણો મંત્રીપદ માટે કોને આવ્યા ફોન ?

શપથવિધિ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભવ્ય જીત બાદ આજે ભાજપ માટે સૌથી મોટો દિવસ છે, જેમાં આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે, આ કાર્યક્રમમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે ૭ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓ સાથે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે.

નવી સરકારની શપથ વિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ કરાઈ છે, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે.

મંત્રીમંડળ અંગે યોજાયેલ બેઠકમાં ચર્ચા થયા બાદ મંત્રી બનવાની શપથ માટે વિજેતા ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા અને કોને કયું ખાતું સોંપવામાં આવશે તે શપથવિધિ કાર્યક્રમ બાદ જાહેર કરાશે.

નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરાઈ

ઋષિકેશ પટેલ,
કનુભાઈ દેસાઈ
મુળુભાઈ બેરા
બળવંત સિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
હર્ષ સંઘવી
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
જગદીશ પંચાલ
રાઘવજી પટેલ
પરસોતમ સોલંકી
ભાનુબેન બાબરીયા
બચુ ખાબડ
કુબેર ડીંડોર
મૂકેશ પટેલ
ભીખુસિંહ પરમાર

Other News : CM ભૂપેન્દ્ર પટેલના શપથ વિધિની તૈયારીઓ પૂર્ણ, આજે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેશે

Related posts

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ૧૨ જેટલા રોડ-રસ્તા બંધ હાલતમાં…

Charotar Sandesh

નવાજૂનીના એંધાણ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હવે બંધબારણે કરી નરેશ પટેલ સાથે મુલાકાત

Charotar Sandesh

રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ રહેશે હાજર : કેસરિયો ધારણ કરશે કે શું ?

Charotar Sandesh