Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦ મી.મી., અત્યાર સુધી કુલ-૪,૮૯૧ મી.મી. વરસાદ નોંધાયો

આણંદ તાલુકામાં

અત્યાર સુધીમાં સૌથી વધુ આણંદ તાલુકામાં ૭૬૬ મી.મી. જ્યારે સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં ૪૬૭ મી.મી. વરસાદ નોંધાયો

આણંદ : જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં ૩ મી.મી., સોજીત્રા તાલુકામાં ૪ મી.મી., આણંદ તાલુકામાં ૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૩ મી.મી., અને બોરસદ તાલુકામાં ૨ મી.મી. મળીને છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭૨ મીલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરેઠ, ખંભાત અને આંકલાવ તાલુકામાં વરસાદ શુન્ય છે. જે સવારના ૬-૦૦ કલાક સુધીનો વરસાદ દર્શાવે છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૭૬૬ મી.મી. નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં ૪૬૭ મી.મી. નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૫૭૯ મી.મી., સોજીત્રા તાલુકામાં ૭૦૫ મી.મી., પેટલાદ તાલુકામાં ૭૦૯ મી.મી., ખંભાત તાલુકામાં ૫૨૯ મી.મી., બોરસદ તાલુકામાં ૫૯૩ મી.મી. અને આંકલાવ તાલુકામાં ૫૪૩ મી.મી. મળી જિલ્લામાં કુલ ૪,૮૯૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી : રૂ. ૭.૮૦ લાખનો દંડ

Related posts

આણંદમાં ભાજપના વિજય સાથે સિવિલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચામાં : પ્રશ્ન ઉકેલાય તેવી તેવી લોકોને આશા

Charotar Sandesh

ચાર્જ કરવા મૂકેલા મોબાઇલમાંથી કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું..!!

Charotar Sandesh

Breaking : આણંદના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું નિધન…

Charotar Sandesh