Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્રનારાયણોને ૨૦૦૦ ધાબળા વિતરણ

વડતાલ સ્વામિનારાયણ મંદિર

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) દ્વારા કડકતી ઠંડી (Heavy Winter) માં અમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000થી વધુ દરિદ્રનારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા.

Vadtal મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ ‘જીવ હિતાવહ’નો સંદેશ આપ્યો છે જે અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે.

આ સેવા મધ્યરાત્રિએ રોડ – ડીવાયડર બસ સ્ટેશન , રેલ્વે સ્ટેશન વગેરે જગ્યાઓ પર સુતેલા લોકો સુધી જઈને રાત્રે ગરમ ધાબળા ઓઢાડીને સંતોષ પ્રાપ્ત કર્યો હતો

વડતાલ પિઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી2000થી વધુ દરિદ્રનારાયણોને બધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

Other News : આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?

Related posts

Breaking : આણંદના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું નિધન…

Charotar Sandesh

આણંદમાં ક્રેડિટ સોસાયટીમાંથી ૧.૪૧ લાખના મત્તાની ચોરી : પોલીસ તપાસ શરૂ…

Charotar Sandesh

વાસદ-આસોદર રોડ પર સુંદણ પાટીયા નજીક બે કારચાલકો વચ્ચે અકસ્માત : એકનું કરૂણ મોત…

Charotar Sandesh