Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

ખંભાતમાં રામનવમી

આણંદ : રાજ્યમાં રામનવમી પર્વ નિમિત્તે ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખંભાત અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ખંભાત શહેરમાં બનેલ ઘટનાને પગલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે ૧૧.૩૦ કલાકે ઉચ્ચ બેઠક યોજી હતી, બેઠકમાં ડીજીપી સહિત ઉચ્ચ પોલિસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ખંભાતમાં થયેલા પથ્થરમારા મામલે ત્રણ મૌલવી સહિત આઠ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે

ખંભાતમાં સ્થિતિ હાલ સામાન્ય

આ ઘટનામાં ખંભાતના કનૈયાલાલ રાણાનું પથ્થરમારામાં ગંભીર ઈજાગ્રસ્ત થતાં મોત નિપજ્યું છે

આ ઘટના બાબતે સાબરકાંઠા અને આણંદના એસ.પી. સાથે વીડિયો કોન્ફરન્સથી હાલની પરિસ્થિતિ માહિતી મેળવી હતી. રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી, જેમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે તે અંગે પોલીસે હત્યાનો અને રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : હિંમતનગરમાં કલમ ૧૪૪ લાગુ : શોભાયાત્રામાં ઘર્ષણનો મામલો : ગૃહમંત્રીએ ઉચ્ચ બેઠક બોલાવી

Related posts

તીર્થધામ વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો

Charotar Sandesh

પેટલાદ સિવિલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું

Charotar Sandesh

વડોદરા : ચાંદીપુરા વાઇરસથી પ વર્ષની બાળાનું મોત થતા દોડધામ…

Charotar Sandesh