Charotar Sandesh
ઈન્ડિયા

ફ્લાઈટમાં ૩૯ ટકા મુસાફરો કસ્ટમર સર્વિસથી નારાજ : નવેમ્બર મહિનામાં જ ૫૫૪ ફરિયાદો નોંધાઈ

નવેમ્બરમાં ફ્લાઇટ

અમદાવાદ : નવેમ્બર ૨૦૨૧માં ૫૫૪ મુસાફરોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સૌથી વધુ અલાયન્સ એર સામે ફરિયાદો છે. દર ૧૦ હજારમાંથી ૧૩.૪ મુસાફરોએ ફરિયાદ નોંધાવી છે. જેની સામે સ્પાઇસજેટમાં આ પ્રમાણ માત્ર ૦.૫નું છે. એર એશિયા, ઈન્ડિગો અને વિસ્તારામાં આ પ્રમાણ ખૂબ જ ઓછું ૦.૧નું છે.

ગો એરના મુસાફરોએ એક પણ ફરિયાદ નથી નોંધાવી

નવેમ્બરમાં ફ્લાઇટ કેન્સલ થવાનો દર માત્ર ૦.૭૪%નો રહ્યો છે. તેમાં સૌથી વધુ ફ્લાઇટ કેન્સલ એર ટેક્સીની નોંધાઈ છે. અલાયન્સ એર ૧.૯%, સ્પાઇસજેટ ૦.૬૧%, ઈન્ડિગો ૦.૫૮%, વિસ્તારા ૦.૩૭ અને એર એશિયાની ૦.૨૩% ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ફ્લાઇટ કેન્સલ થવામાં સૌથી મોટું કારણ હવામાન ખરાબ ૪૮.૫% છે. ટેકનિકલ ખામીના કારણે ૨૨.૫% ફ્લાઇટ રદ થઈ હતી.

હવાઈ પ્રવાસ કરનારા ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા નવેમ્બરમાં ૧૭.૦૩ ટકા વધીને ૧.૦૫ કરોડ થઈ ગઈ છે જ્યારે ઓક્ટોબરમાં આ સંખ્યા ૮૯.૯૫ લાખ હતી. તમામ એરલાઇન્સમાં ઈન્ડિગોએ નવેમ્બરમાં ૫૭.૦૬ લાખ મુસાફરોને લઈને ઉડાન ભરી તથા ૫૪.૩ ટકા હિસ્સેદારી સાથે ડોમેસ્ટિક એરલાઇન બજારમાં પોતાનો દબદબો બનાવ્યો. ૧૦.૭૮ લાખ મુસાફરોની સાથે સ્પાઇસજેટની ૧૦.૩ ટકા હિસ્સેદારી રહી.

Other News : દેશમાં સૌથી વધુ દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ : જાણો કુલ કેટલા કેસો નોંધાયા

Related posts

કોરોનાથી થયેલ મૃત્યુ પર સરકાર વળતર આપે : સુપ્રિમનો આદેશ…

Charotar Sandesh

અમેરિકાના માર્ગે ભારત : ૨૪ કલાકમાં કોરોનાના ૩૨ હજાર કેસ, ૬૧૪ના મોત…

Charotar Sandesh

રાહુલ-પ્રિયંકાને પાયલટની મુલાકાતથી ઘરવાપસીની અટકળો થઇ તેજ…

Charotar Sandesh