આણંદ : જિલ્લાના બોરસદ શહેર અને તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને કારણે થયેલ જાન માલની નુકશાની પેટે અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ યુદ્ધના ધોરણે સહાય ચૂકવવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ સર્વે ટીમોનું ગઠન કરી સત્વરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી
કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે ટીમો બનાવી સર્વે બાદ બોરસદ નગરપાલિકા વિસ્તારના કુલ-૧૬૩ કુટુંબોને કેશડોલ્સ પેટે રૂ.૨,૮૭,૮૪૦ તથા ઘર વખરી રૂ.૩,૨૬,૦૦૦ સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત ૩ ભેંસ તથા ૧ બકરી મરણ પામી હતી. પશુ સહાય પેટ રૂ.૯૩ હજારની સહાય ચુકવવામાં આવી છે. ૪૧ અંશત: નુક્શાન પામેલ કાચા મકાનો તથા ઝુંપડાઓના મકાન સહાય પેટે કુલ રૂ.૧,૩૭,૮૦૦ ની સહાય ચુકવવામાં આવી છે.
બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ-૧૧૭ કુટુંબોને કેશડોલ્સ પેટે રૂ.૨,૯૩,૫૨૦ તથા ઘર વખરી રૂ.૨,૩૪,૦૦૦ સહાય ચુકવવામાં આવી છે. કુલ-૨૩ અંશત: નુક્શાન પામેલા કાચા મકાનો અને ઝુંપડાઓના મકાન સહાય રૂ.૩,૬૬,૬૨૦ તથા પશુ મૃત્યુ સહાય રૂ.૮,૧૨,૦૦૦ ચુકવવામાં આવી છે. માનવ મૃત્યુના ત્રણ કેસમાં રૂ.૧૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.આમ બોરસદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ રૂ ૩૭.૪૮ લાખની સહાય ચુકવવામાં આવી છે.
Other News : આણંદ શહેરના આ ચાર વિસ્તારના ઘરોને કોવિડ- ૧૯ અંતર્ગત નિયંત્રિત વિસ્તાર જાહેર કરાયા