Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

રાજ્યમાં બે દિવસમાં હાર્ટ એટેકથી ૫નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ભયાનક ખૌફ

હાર્ટ એટેક

રાજકોટ : રાજ્યમાં કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જે વધારાને લઈ લોકોમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.

લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી Gymમાં કસરત કરતી વખતે Heart Attack આવી રહ્યા છે

ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં આજે હાર્ટ એટેકથી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ગૌતમ વાળા, બોદુભાઈ હમિરાની દિલીપભાઈ સોલંકીએ Heart Attackના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ૨૬ વર્ષનો ગૌતમ વાળા, ૪૮ વર્ષના બોદુભાઈ અનેં ૫૦ વર્ષના દિલીપ ભાઇનું હ્રદય એકાએક બંધ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ત્રણે વ્યક્તિના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. રાજકોટમાં આજે Heart Attackના હુમલાથી ૨૬ વર્ષીય ગૌતમ વાળા નામના યુવકનું મોત થયું છે. આ પહેલા ગત ૨૪ કલાકમાં શહેરમાં ત્રણ લોકોના Heart Attackતી મોત થયા હતા. પરંતુ રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી વધુ ૩નાં મોત નિપજ્તા હાહાકાર મચી ગયો છે. ગઈકાલે ૨નાં મોત બાદ આજે વધુ ૩નાં મોત થયા છે. આજે રાજકોટમાં ૨૬ વર્ષીય યુવક અને બે આધેડના હાર્ટ એટેકથી મોત થયા છે. આ સાથે જ રાજકોટમાં બે દિવસમાં Heart Attackથી ૫નાં મોતથી ચકચાર મચી ગઈ છે.

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ અને મેટોડા જીઆઈડીસીમાં એક મળી કુલ ચાર લોકોના Heart Attack થી મોત થયા છે. અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર (ઉ.વ. ૩૫) ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું. જેમનું Heart Attack થી મોત થયાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Other News : ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે ? હવામાન વિભાગે આપી આ માહિતી

Related posts

હવે દેશમાં વેપારીઓ ભયથી રહેવા મજબુર બની ગયા છે : અશોક ગેહલોત

Charotar Sandesh

બ્રેકિંગ : રાજ્યમાંં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર : ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે : ૨૧મીએ મતગણતરી

Charotar Sandesh

વાયુ વાવાઝોડાની અસર : રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં વરસાદની ઝલક જોવા મળી…

Charotar Sandesh