Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

૬૦ હજારના ચેક રીટર્ન કેસમાં સારસાના શખ્સને છ માસની સાદી કેદની સજા

ચેક રીર્ટન કેસ

આણંદ : ૬૦ હજારના ચેક રીર્ટન કેસ (cheque return case) માં આણંદની અદાલતે સારસાના શખ્સને તકશીરવાર ઠેરવીને છ માસની સાદી કેદની સજા સંભળાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુનિલભાઈ રમેશભાઈ પટેલ વૃંદા ફાયનાન્સથી ધંધો કરે છે. તેમને ત્યાં અવાર-નવાર આશીફહુસેન નુરમહંમદભાઈ ચૌહાણ આવતા-જતા હોય પરિચય થયો હતો. દરમ્યાન આશીફહુસેનને સામાજિક કામ માટે ૬૦ હજાર રૂપિયાની જરૂરત પડતાં તેમણે સુનિલભાઈ પાસેથી ઉછીના લીઘા હતા. સમયસર આ નાણાં ના ચુકવી આપતાં સુનિલભાઈએ ઉઘરાણી કરી હતી. જેથી આશીફહુસેને ૬૦ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. જે નિયત તારીખે ખાતામાં ભરતા તે અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો.

કાનુની કાર્યવાહી હાથ ઘર્યા બાદ આણંદની અદાલતમાં ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો

આ કેસની સુનાવણી પાંચમા એડી. સિની. સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એસ. એસ. પ્રજાપતિની કોર્ટમાં યોજાઈ ગઈ હતી જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત વકિલ રાજેશ ચંદાણીની દલિલો તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને છ માસની સાદી કેદની સજા અને ચેકની રકમ ૬૦ હજાર ફરિયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. જો વળતર ચુકવવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ના હોય તેના વિરૂધ્ધ સજાની અમલવારી માટે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવાનો પણ હુકમ કર્યો હતો.

Other News : આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જુઓ વિગત

Related posts

વડતાલ મંદિર દ્વારા ફૂટપાથ સુતા વ્યક્તિઓ તથા વિવિધ સંસ્થાઓના દિવ્યાંગોને ધાબળાનું વિતરણ…

Charotar Sandesh

સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન-કપડાનું વિતરણ કરાયું

Charotar Sandesh

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓ આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખે

Charotar Sandesh