Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે ૬૫ ફોર્મ ઉપડ્યા પરંતુ ભરાયા એકપણ નહીં !

વિધાનસભા બેઠકો

સોમવાર બાદથી ફોર્મ ભરવામાં ઉછાળો આવશે તેવી શક્યતા : ભાજપે સાત પૈકી ૬ના ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસે એકપણ નહીં જ્યારે આપે સાતેય બેઠકોના ઉમેદવારોની કરેલી જાહેરાત

આણંદ : વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને આડે હવે માત્ર ૨૨ જ દિવસનો બાકી રહ્યો છે ત્યારે અને ફોર્મ ભરવાના બીજા દિવસે પણ એકપણ ફોર્મ ભરાયુ નથી. ફોર્મ ભરવાને આડે હવે માત્ર ૫ જ દિવસનો બાકી રહ્યો છે ત્યારે આગામી સોમવારથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે તેમ મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીજા તબક્કાની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડી જવા પામ્યું છે અને બે દિવસનો સમય થઈ જવા પામ્યો છે તેમ છતાં પણ એકપણ ફોર્મ ભરાયુ નથી. જો કે સાતેય વિધાનસભા બેઠક પરથી કુલ ૬૫ જેટલા ફોર્મ ઉપડી ગયા છે. સોમવારથી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થશે તેમ લાગી રહ્યું છે. જીલ્લાની સાત બેઠકો પૈકી આણંદ-આંકલાવ બેઠક પર સૌથી વધુ ૧૩-૧૩ ફોર્મ ઉપડ્યા છે. આ સિવાય ખંભાતમાં ૯, બોરસદમાં ૧૦, ઉમરેઠમાં ૮, પેટલાદમાં ૪, સોજીત્રામાં ૮ ફોર્મનો ઉપાડ થવા પામ્યો છે. ભાજપ દ્વારા સાત પૈકી એકમાત્ર પેટલાદ બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી, જ્યારે બાકીની આણંદ, ઉમરેઠ, સોજીત્રા, બોરસદ, આંકલાવ અને સોજીત્રા બેઠકના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પણ જીલ્લાની સાતેય બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરાઈ છે જ્યારે હજી સુધી કોંગ્રેસ દ્વારા એકપણ બેઠકના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સાત પૈકી આણંદ બેઠક પર કાન્તીભાઈ સોઢા પરમાર, બોરસદ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમાર, આંકલાવ બેઠક પરથી અમિતભાઈ ચાવડા અને સોજીત્રા બેઠક પરથી પુનમભાઈ પરમારની ટિકિટ નક્કી જ હોવાનું અને અને આજે સાંજ સુધીમાં તેની જાહેરાત થઈ જશે તેમ પણ મનાઈ રહ્યું છે.

બીજી તરફ અન્ય કેટલીક પાર્ટીના ઉમેદવારો તેમજ કેટલાક અપક્ષો દ્વારા પણ ફોર્મ ભરવાની તૈયારીઓ આરંભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Other News : કોંગ્રેસે વધુ ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : અમરેલી બેઠકમાંથી પરેશ ધાનાણીને ટિકીટ, જુઓ

Related posts

ડાકોર ખાતે હોળીની પુનમના આગલા બે દિવસે માનવ મહેરામણ ઉમટયુ

Charotar Sandesh

ઉમરેઠ તાલુકો ડેન્ગ્યુ તાવના ભરડામાં : ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ચિક્કાર, સરકારી દવાખાનું ખાલીખમ…!

Charotar Sandesh

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : આ ૧૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Charotar Sandesh