Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે કોરોનાના નવા ૭૮ કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસ ૬૧૧ થયા

આણંદ જિલ્લામાં કોરોના

આણંદ : શહેર સહિત જિલ્લાના ગામોમાં પણ કોરાનાના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે પણ નવા ૭૮ કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૬૧૧ થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.

ઉત્તરાયણના તહેવાર બાદ લોકોએ સાવચેતીમાં બેદરકારી દાખવી હશે, તો કોરોનાના કેસો વધશે તેવી શક્યતા છે

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૦૯૬૩ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૦૩૦૨ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.અત્યાર સુધી કોરોના કુલ ૬૮૩૬૧૪ ટેસ્ટ થયા છે. હાલ ૨૧ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે ૨૦ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

Other News : આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ બાદ ઉજવાતી દરીયાઈ ઉત્તરાયણ અંગે મહત્વનો નિર્ણય : જાણો

Related posts

આણંદ જિલ્લાની સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સની લોકડાઉનમાં સરાહનીય કામગીરી…

Charotar Sandesh

આણંદ : ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક ભડથુ : ફાયર સેફ્ટી સામે સવાલ !

Charotar Sandesh

આણંદ શહેર સહિત જીલ્લાભરમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે વિવિધ મંદિરોમાં ગૌરીપુજન કરાયું…

Charotar Sandesh