Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે વિધિવત્‌ ચાર્જ સંભાળ્યો

વડોદરા : વડોદરામાં નવનિયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા મારા માટે નવું શહેર છે, પરંતુ, વડોદરાના તત્કાલિન પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલા ભરી રહ્યા હતા. તે ચાલુ રાખીશ અને ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે જે કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા ૧૦ મહિનાથી તેઓ સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક થયા બાદ તેઓએ ૭૪ ૈંઁજી અધિકારીઓની સામૂહિક બદલીઓના હુકમ કર્યાં હતા. જેમાં વડોદરાના પોલીસ કમિશનર તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવતા આજે તેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર ૧૯૯૫ બેચના ૈંઁજી અધિકારી છે.
આજે ચાર્જ લેવા માટે વડોદરા આવી પહોંચેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું પોલીસ ભવન કેમ્પસમાં સલામી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું. અને વડોદરાની કમાન સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Related posts

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં વધારો : જળાશય ૯૮.૭૧ ટકા ભરાયું

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : સાવલીથી કેતન ઈનામદાર રિપીટ : ડભોઈ સહિત વડોદરા જિલ્લાની બેઠકોમાં કોણ ? જુઓ

Charotar Sandesh

હેલ્મેટ વીના રોકતા ભાજપ અગ્રણીની દાદાગીરી : અમારી સરકાર છે, કાયદો અમે બનાવ્યો…

Charotar Sandesh