Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સહિત અનેક રાજ્યમાં દિવાળી સુધી ડુંગળીનાં ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો

ગાંધીનગર : દેશના અનેક વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે આગામી દિવસોમાં ડુંગળી લોકોને રડાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ડુંગળીના ભાવ આટલી જ ગતીથી વધતા રહ્યાં તો દિવાળીમાં ડુંગળી ઘણી જ મોંઘી થઇ જશે. હાલ હોલસેલ બજારમાં ડુંગળી ૪૦થી ૫૦ રૂપિયે કિલો મળે છે. સોમવારે નાસિકમાં આવેલી સૌથી મોટા ડુંગરી બજાર લાસલગાંવમાં ડુંગળીનો બજાર ભાવ ૬૮૦૨ રૂપિયે પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો. આ વર્ષનાં આ ભાવ સૌથી વધુ હતા. વેપારીઓનું કહેવું છે કે,
થોડા દિવસોમાં રિટેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી શકે છે. આખરે કેમ મોંઘી થઇ રહી છે ડુંગળી- દેશની સૌથી મોટા ડુંગળી બજાર મહારાષ્ટ્રનાં લાલલગાંવમાં સોમવારે સારી ડુંગળીનો બજાર ભાવ ૬ હજાર ૮૦૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો. એક સમાચાર પત્રની ખબર પ્રમાણે, છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ડુંગળીનો પાકને ઘણું જ નુકસાન થઇ રહ્યું છે. જેના કારણે ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે.
ડુંગળીનાં ભાવ ફેબ્રુઆરી સુધી ઓછા નહીં થાય?- વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં પાકને ઘણું જ નુકસાન થયુ છે. એટલે વેપારીઓએ પણ જમાખોરી રૂ કરી દીધી છે. નવો પાક ફેબ્રુઆરીમાં આવશે, ત્યાં સુધી ડુંગળીની કિંમતમાં કોઇ ઘટાડાના સંકેત નથી.
દેશમાં નવરાત્રી શરૂ થતા જ બટાકાનાં ભાવમાં ઘણો જ વધારો જોવા મળે છે. નવરાત્રી દરમિયાન સામાન્ય માણસ ફળાહારમાં બટાકાનો વધુ ઉપયોગ કરે છે. દિલ્હી-એનસીઆર સહિત દેશનાં કેટલાક ભાગોમાં બટાકાનો ભાવ ૬૦ રૂપિયાને પાર થયો છે. કોરોના મહામારી વચ્ચે નવરાત્રી પૂજા શરૂ થવાની સાથે બટાકા અન ડુંગળીનાં ભાવ વધતા લોકોનાં ખિસ્સામાં ફરક પડી રહ્યો છે.

Related posts

રાજ્યમાં દારૂ-બંધી હોવા છતા જાહેરમાં ચાલતા દેસી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગના દરોડા

Charotar Sandesh

રાજ્યમાં પડેલ વરસાદી ખાડાઓને લઈ માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આપ્યું આ નિવેદન

Charotar Sandesh

ભરતી પરીક્ષાઓમાં ૩૧- ૧૦- ૨૦૧૯ સુધીમા પેપર ફૂટવાની એક પણ ફરિયાદ મળી નથી : મુખ્યમંત્રી

Charotar Sandesh