Charotar Sandesh
બોલિવૂડ

અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરશે કેટરીના કૈફ…

મુંબઇ : બૉલીવુડમાં હાલ ફિલ્મો ભલે રિલીઝ ના થઈ રહી હોય પરંતુ અવારનવાર કોઈને કોઈ નવી ફિલ્મની જાહેરાતો થઈ રહી છે. અનાઉન્સમેન્ટ ના હોય તો પણ કામ અથવા તો ચર્ચા થતી જ રહે છે. હવે ચર્ચા છે કેટરીના કેફ પોતાની આગલી ફિલ્મમાં અર્જુ રેડ્ડી સ્ટારર વિજય દેવરેકોંડા સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે.
અને આ અફવા બીજા કોઈએ નહિ બલકે ફેન્સે ઉડાવી દીધી છે. અને તેની પાછળનું કારણ પણ બહુ નાનુ્‌ં છે. કારણ બસ એટલું છે કે કેટરીના કેફે હાલમાં જ અર્જુન રેડ્ડી સ્ટારનો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો છે.
આમ તો વિજય દેવરેકોંડા, અનન્યા પાંડેની અપોઝિટ લાઈગર નામની ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહી છે. પરંતુ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.
આમ તો કેટરીના કેફ અને વિજયને સાથો જોવાના સમાચાર સાંભળી ફેન્સ ઘણા ઉત્સાહિત થઈ ચૂક્યા છે. હાલ કેટરીના કેફ સાથે પ્રોજેક્ટ્‌સની ભરમાર છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટરીના કેફનું નામ પ્રભાસ સાથે એક રોમેન્ટિક ફિલ્મ માટે જોડાઈ રહ્યું છે. દિલચસ્પ વાત છે કે અગાઉ પ્રભાસની સાહો માટે પણ પહેલી પસંદ કેટરીના કેફ જ હતી.

Related posts

કરિના કપૂરનો ઘટસ્ફોટ : ‘સલમાનની એક્ટિંગ ખરાબ છે, મને નથી ગમતી’

Charotar Sandesh

તે કેટલા નવા કલાકારોને તક આપી છે?ઃ દિવ્યા ખોસલાનો સોનુ નિગમ પર પલટવાર…

Charotar Sandesh

શાહરુખ ખાનને બોલિવૂડમાં ૨૯ વર્ષ પૂરા, અભિનેતાએ કહ્યું – પ્રેમ માટે આભાર…

Charotar Sandesh