Charotar Sandesh
ઈન્ડિયા

હાય રે મોંઘવારી : દેશના ૧૩૫ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ રૂ.ને પાર…

ફરી એકવાર પેટ્રોલમાં ૨૯ પૈસાનો અને ડિઝલમાં ૨૮ પૈસાનો વધારો…
જૂનમાં ૬ વખત ભાવ વધ્યા, મે મહિનામાં પેટ્રોલમાં ૪.૦૯નો વધારો થયો હતો, મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ની ઉપર પહોંચ્યો
પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું, લોકોને રાહત આપવા માંગ કરાઇ

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવ આકાશને સ્પર્શે તેટલો થઇ ગયો છે. એક દિવસના વિરામ બાદ આજે ડીઝલ પેટ્રોલના ભાવ બદલાયા છે. આજે પેટ્રોલનાં દરમાં ૨૯ પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં દરમાં ૨૮ પૈસાનો વધારો થયો છે.
આપને જણાવી દઈએ કે ગુરુવારે ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાશ જોવા મળી હતી, જે પછી આજે એટલે કે ૧૧ જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૮૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૬.૭૫ રૂપિયા પર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ પ્રતિ લીટરની પાર થઈ ગયો છે. જ્યારે ડીઝલ ૯૪ ઉપર છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે પેટ્રોલની કિંમતમાં લગભગ ૧૪ ટકાનો વધારો થયો છે. વળી પેટ્રોલનાં ભાવમાં ૨૫-૨૯ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૭-૩૦ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.
માર્ચ એપ્રિલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ ડીઝળની કિંમતમાં મોટો ફેરફાર થયો ન હતો. બે મેના રોજ ચૂંટણીના પરિણામ બાદ ચાર મેથી કિંમત વધવાની શરૂ થઈ ગઈ. મેમાં કુલ ૧૬ વખત પેટ્રોલની કિંમતમાં વધારો થયો. દિલ્હીમાં મે મહિનામાં પેટ્રોલ ૩.૮૩ રૂપિયા અને ડિઝલ ૪.૪૨ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયુ. જ્યારે જૂનમાં અત્યાર સુધીમાં ૬ વખત પેટ્રોલની કિંમત વધી છે. જૂનમાં પેટ્રોલ ૧.૬૬ રૂપિયા જ્યારે ડિઝલ ૧.૬ રૂપિયા મોંઘું થયું છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કિંમત ૪૮ વખત વધી છે. આ દરમિયન પેટ્રોલ ૧૨.૧૪ રૂપિયા મોઘું થયું છે.
વર્ષ ૨૦૧૪-૧૫માં પેટ્રોલ ૬૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૫૦ રૂપિયા પ્રતિ લિટર હતું. આજે ૨૦૨૧માં પેટ્રોલ ૯૫ રૂપિયા અને ડીઝલ ૮૬ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. ભારતના કેટલાક ૧૩૫ જિલ્લામાં તો પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયું છે.

Related posts

સરકારને રાહત : નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર…

Charotar Sandesh

ચૂંટણી યોજો કોરોના ભગાડો, પટણામાં લાગ્યા પોસ્ટરો…

Charotar Sandesh

સંસદમાં ગૃહમંત્રી અમિત શાહનો ધ્રુજારો : લોકસભામાં ચર્ચા દરમ્યાન શાહ-વિપક્ષો વચ્ચે ઉગ્ર દલીલબાજી…

Charotar Sandesh