Charotar Sandesh
ગુજરાત

રૂપાણી સરકારની મંજૂરી : અમદાવાદમાં ‘કર્ફ્યૂ’ વચ્ચે ‘જગતના નાથ’ નગરચર્યાએ નીકળશે

Amd-Rathyatra
અખાડા, ટ્રક, ગજરાજ અને ભજન મંડળી, પ્રસાદ પર પ્રતિબંધ, રથયાત્રામાં માત્ર પાંચ વાહનોને જ મંજૂરી, રથયાત્રાનું લાઇવ પ્રસાર કરવામાં આવશે

ગાંધીનગર : અમદાવાદમાં ૧૪૪મી રથયાત્રાને સીએમ રૂપાણી સરકારે પરવાનગી આપી દીધી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી. કરફ્યૂ સાથે અમદાવાદમાં રથયાત્રા નીકળશે. અને મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાથે જ પહિંદ વિધિ સીએમ રૂપાણી અને નીતિન પટેલે દ્વારા કરવામાં આવશે.

પહિંદ વિધિમાં મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી અને મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે : રથયાત્રા નિજ મંદિર પરત નહીં ફરે ત્યાં સુધી તમામ બ્રિજ બંધ રહેશે, વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા અપાશે

રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં કરફ્યૂનો અમલ કરાવીને મંદિરથી પ્રસ્થાન કરીને નીજ મંદિરે પરત આવે ત્યાં સુધી દર્શનાથીઓ એકાએક રથની નજીક આવીને કોરોના પ્રોટોકોલનો ભંગ ન થાય તે માટે કરફ્યૂના અમલ સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે તેમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરા અનુસાર હાજર રહેશે. અને સવારે રથના પ્રસ્થાનની પહિંદ વિધિ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરી અને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.
આ જે ચિંતા કરી રહ્યા છે તેનું કારણ બીજી કોરોનાની લહેરનો આપણને અનુભવ છે અને સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરું આયોજન કરી રહ્યું છે.

રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો : ૪થી ૫ કલાકમાં રથયાત્રા પૂરી થશે, ૧૯ કિમીના રૂટમાં બપોરે ૨ વાગ્યા સુધી કરફ્યૂ રહેશે

રથયાત્રામાં પાંચ જેટલાં વાહનો રથયાત્રાની પરંપરાગત ૩ જેટલાં રથ, મહંત શ્રી સાથે પાંચ વાહનોને પરવાનગી આપવામાં આવશે. જે ખલાસીઓ રથ ખેંચતા હોય છે તેઓને ૪૮ કલાક આરટીપીસીઆર નેગેટિવ અને પ્રથમ ડોઝ રસીનો લીધો હોવો જોઈએ અને બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રિમતા આપવામાં આવશે.

Other News : RRSA ફાઉન્ડેશન દ્વારા 200 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા કૂતરાને જીવના જોખમે બચાવાયું

Related posts

સુરતમાં ચૂંટણી પહેલા જ જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૦ બેઠકમાં ભાજપની જીત…

Charotar Sandesh

ગુજરાતના તમામ ઝોનમાં ૪ ઈંચથી ૧ ઈંચ સુધી વરસાદ, વાતાવરણમ પ્રસરિ ઠંડક…

Charotar Sandesh

ડુંગળી આમ આદમીને રડાવશે : ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા…

Charotar Sandesh