Charotar Sandesh
સ્પોર્ટ્સ

PM મોદી ટોક્યો ઓલિમ્પિકમાં જતાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે, આપશે ગુરુમંત્ર

ટોક્યો ઓલિમ્પિક

ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિક માં જતાં ભારતીય ખેલાડીઓ સાથે ૧૩ જુલાઈએ વાત કરશે. ૧૭ જુલાઈએ ભારતીય ખેલાડીઓનું પહેલું ગ્રૃપ ટોક્યો માટે રવાના થવાનું છે. કોરોના મહામારીને કારણે આ વાતચીત વર્ચ્યુઅલ હશે. આ વાતચીત દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ વધારવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓને ગુરુમંત્ર પણ આપી શકે છે.

સરકારના જનભાગીદારી મંચ માયગવ ઈન્ડિયાએ ટ્‌વીટ કર્યું, માનનીય પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ૨૩ જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી થનાર ટોક્યો ઓલિમ્પિક માટે જતાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની સાથે વાત કરશે.
ભારતનું પહેલું ગ્રૃપ એર ઈન્ડિયાથી રવાના થશે. ભારતના ૧૨૦થી વધારે ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

અત્યાર સુધી ખેલાડીઓની સંખ્યાની સત્તાવાર જાહેરાત ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવી નથી. છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને લંડન ઓલિમ્પિકની કાંસ્ય પદક વિજેતા બોક્સર મેરી કોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ઓલિમ્પિક રમતોના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજવાહક હશે.

પહેલીવાર આમ થયું છે કે જ્યારે ઓલિમ્પિકમાં ભારતના બે ધ્વજવાહક (એક પુરુષ અને એક મહિલા) હશે. આઈઓએ પ્રમુખ નરિંદર બત્રાએ હાલમાં જ આગામી ટોક્યો રમતોમાં લૈંગિક સમાનતાને સુનિશ્ચિત કરવા માટે આ વાતની જાણકારી આપી હતી. રિયો ડી જાનેરિયોમાં ૨૦૧૬ની રમતોના ઉદઘાટન સમારોહમાં દેશના એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા ધ્વજવાહક હતા.

Other News : MS Dhoni ફિટ, આઈપીએલમાં આગામી ૨-૩ વર્ષ ચેન્નાઇ માટે રમી શકે છે

Related posts

સિડની પહોંચી ટીમ ઇન્ડિયા, વિરાટ કોહલી રોકાશે સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટમાં…

Charotar Sandesh

ગાવસ્કરની ભારત-પાકિસ્તાનની ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં દ્રવિડ-કુંબલેને ન મળ્યું સ્થાન…

Charotar Sandesh

પહેલી મેચ અગાઉ એક મહિનાની પ્રેક્ટિસ જરૂરી : રહાણે

Charotar Sandesh