Charotar Sandesh
ઈન્ડિયા

રાજ્યોને અત્યાર સુધીમાં ૪૧ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા : કેન્દ્ર

કોરોના રસી

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ૪૧ કરોડ ૬૯ લાખ કોરોના રસી ડોઝ આપ્યા છે, જેમાંથી ૩૮ કરોડ ૯૪ લાખથી વધુ ડોઝ અપાઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૨ કરોડ ૭૪ લાખથી વધુ રસી ડોઝ રાજ્યો પાસે બચી છે. તે જ સમયે, આગામી ત્રણ દિવસમાં ૧૮ લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવશે.

ભારત સરકાર તરફથી ફ્રી ચેનલના માધ્યમથી પ્રત્યક્ષ રાજ્ય ખરીદ શ્રેણીના માધ્યમથી અત્યાર સુધીમાંરાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૪૧,૬૯,૨૪,૫૫૦થી વધુ રસી આપવામાં આવી ચુકી છે જેમાથી કુલ ૩૮,૯૪,૮૭,૪૪૨ ડોઝ ૧૭ જૂલાઈ સવારે ૮ વાગ્યે આપવામાં આવી હતી. જેમાં મેડિકલ વેસ્ટેઝ પણ સામેલ છે. તો બીજી તરફ રાજ્યો પાસે કોરોના રસીના ૨,૭૪,૩૭,૧૦૮ ડોઝ ઉપલબ્ધ છે, જે આપવાના બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૧૮,૧૬,૧૪૦ થી વધુ રસી ડોઝ પાઇપલાઇનમાં છે.

ભારતમાં અત્યાર સુધીમાં ૩૯,૯૬,૯૫,૮૭૯ રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી ૩૧,૮૬,૬૫,૨૨૬ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે ૮,૧૦,૩૦,૬૫૩ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી આપવામાં આવેલી કુલ રસી ડોઝમાંથી, ૧,૦૨,૬૬,૦૭૪ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે ૭૫,૧૪,૮૯૨ હેલ્થકેર કામદારોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

૧,૭૭,૭૯,૯૧૩ ફ્રન્ટલાઈન કામદારોને પ્રથમ ડોઝ મળ્યો છે અને ૧,૦૨,૬૨,૯૫૩ હેલ્થકેર વર્કરોને બંને ડોઝ મળ્યા છે. ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથમાં, ૧૨,૧૮,૨૦,૭૦૩ લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે ૪૬,૧૧,૯૯૭ લોકોને બંને ડોઝ મળી ગયા છે. ૪૫ થી ૫૯ વર્ષની વય જૂથમાં, ૯,૬૯,૩૦,૦૩૦ લોકોએ પ્રથમ અને ૨,૭૯,૮૯,૫૧૩ લોકોને બન્ને ડોઝ મળી ગયા છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોના ૭,૧૮,૬૮,૫૦૬ પ્રથમ ડોઝ મળ્યો છે અને ૩,૦૬,૫૧,૨૯૮ લોકોને બંને ડોઝ મળી ગયા છે.

Other News : અમેરિકાએ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર ભારતને સોંપ્યા

Related posts

ભારતને વધુ એક ઝટકો : વિશ્વ બેન્કે વિકાસ દર ઘટાડીને ૬ ટકા કર્યો…

Charotar Sandesh

જા હેમાને મત નહીં આપો તો હું પાણીની ટાંકી પર ચડી જઈશ ઃ ધર્મેન્દ્ર

Charotar Sandesh

હવે શાન આવી ઠેકાણેઃ ભારત સાથે સારા સંબંધ,વાતચીતથી વિવાદ ઉકેલીશુંઃ નેપાળ

Charotar Sandesh