Charotar Sandesh
બોલિવૂડ

રાજની એપમાં પોર્ન ફિલ્મ નહિ, ઓટીટી પ્લેટફોર્મ પર હોય તેવું કન્ટેન્ટ છે’ : શિલ્પા શેટ્ટી

શિલ્પા

મુંબઈ : મુંબઈ ક્રાઈમ બ્રાંચે શિલ્પા-રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પાની ઘરમાં જ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન શિલ્પાએ પોર્નોગ્રાફીની વાત નકારીને તેના પતિને સપોર્ટ કર્યો હતો. શિલ્પાના માટે રાજની એપમાં જે ફિલ્મ છે તેને પોર્નોગ્રાફી ના કહી શકાય અને તેના કન્ટેન્ટની સરખામણી ઓટીટી પ્લેટફોર્મ સાથે કરી હતી.
મુંબઈ ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ઘરે ગઈ ત્યારે તેણે ઘણા પ્રશ્નો એક્ટ્રેસને કર્યા હતા. એક્ટ્રેસે ઈન્વેસ્ટિગેશન ટીમ સામે દાવો કર્યો, મારા પતિ રાજની એપ હોટશોટ્‌સ પર જે ફિલ્મ અવેલેબલ છે તે પોર્નોગ્રાફી નહીં પણ ઈરોટિકા છે. આવા કન્ટેન્ટ આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર પણ હોય છે.

ક્રાઇમ બ્રાંચના અધિકારીએ રાજની સાથે શિલ્પાને પણ પ્રશ્નો કર્યા હતા.

શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી. વર્ષ ૨૦૨૦માં તેણે ડિરે્‌કટર પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. આથી એક્ટ્રેસનું આ પોર્નોગ્રાફી કેસમાં કનેક્શન છે કે નહીં તે જાણવા તેના ઘરે ટીમ પહોંચી હતી.

મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની વિઆન ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણ સેન બોક્સ મળ્યા હતા, જેમાં ૨૪ હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળા આઠ સર્વર હતા. આ સાથે જ પોલીસને અત્યાર સુધી ૫૧ વીડિયો મળ્યા છે. આ તમામ પોર્ન વીડિયો છે. પોલીસને અત્યાર સુધી ૧૧૯ ફિલ્મનું લિસ્ટ મળ્યું છે. આ તમામ ફિલ્મને એક કંપનીને ૧.૨ મિલિયન ડોલર (અંદાજે ૯ કરોડ)માં વેચવાનું પ્લાનિંગ હતું.

Other News : સલમાન ખાન-કેટરિના કૈફે આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ શરૂ કર્યું

Related posts

ભગવાન રામ-સીતાને લઈ અભદ્ર ટિપ્પણી કરતા રજનીકાંત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…

Charotar Sandesh

બોમ્બે હાઇકોર્ટમાં કંગનાનું ટિ્‌વટર અકાઉન્ટ સસ્પેન્ડ માટેની યાચિકાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો વિરોધ…

Charotar Sandesh

ધોની સંજુબાબાની ફિલ્મ ‘ડૉગહાઉસ’માં કેમિયો કરશે…

Charotar Sandesh