Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટોકિયો ઓલિમ્પિક : ભારતની મહિલા હોકી ટીમે દ.આફ્રીકાને ૪-૩થી હરાવ્યું

મહિલા હોકી

ટોક્યો : ભારતીય મહિલા હોકી ટીમે પુલ-એ સ્ટેજમાં પોતાની છેલ્લી હરિફાઇમાં સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવી દીધું છે. આથી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા યથાવત છે. આયરલેન્ડ અને ગ્રેટ બ્રિટનની વચ્ચે યોજાનાર મેચથી પુલ-એમાં પહોંચનાર ટીમોનો નિર્ણય થશે. ભારત માટે વંદના કટારિયાએ ૩ ગોલ ફટકાર્યા. વંદના ભારતની પહેલી મહિલા હોકી ખેલાડી છે જેણે ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક કરી હોય.

ભારતની મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી.

મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરની બાજુમાં વંદનાએ ગોલ ફટકારી ભારતને ૧-૦થી આગળ કરી દીધું. પહેલું ક્વાર્ટર ખત્મ થતા પહેલાં સાઉથ આફ્રિકાની ટીમે ગોલ કરી બરાબરી કરી લીધી. બીજા ક્વાર્ટરમાં વંદનાએ એક ગોલ કરી ટીમને ફરી ૨-૧થી આગળ કરી દીધી.

સાઉથ આફ્રિકાએ બીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં ગોલ કરી ૨-૨ની બરાબરી કરી. ત્રીજા ક્વાર્ટરમાં રાની રામપાલની પાસે નેહાત ગોયલે ગોલ ફટકાર્યો. તો સાઉથ આફ્રિકાએ ત્રીજા ક્વાર્ટરમાં ફરી એકવખત ગોલ ફટકારી ૩-૩થી બરાબરી કરી દીધી. ત્યારબાદ વંદનાએ ૪૯મી મિનિટમાં પોતાનો ત્રીજો અને ટીમ માટે ચોથો ગોલ ફટકારી ભારતને જીત અપાવી દીધી.

Other News : MS-Dhoni : કેપ્ટન ધોની ન્યુ લૂકમાં જોવા મળ્યો, આલિમ હકીમે તસવીરો શેર કરી

Related posts

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારત આવતા વર્ષે ઇંગ્લેન્ડને હોસ્ટ કરશેઃ ગાંગુલી

Charotar Sandesh

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અનિલ કુંબલેને બનાવવા જોઈએ : સહેવાગ

Charotar Sandesh

રવિન્દ્ર જાડેજા સીએસકેના ૬-દિવસીય પ્રિ-સીઝન કંડીશનિંગ કેમ્પમાં ભાગ લેશે નહીં

Charotar Sandesh