Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં બે દિવસમાં પાણીપુરીના ૧૯૦ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગના દરોડા

ફૂડ વિભાગ (food department)

વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના દર્દીનું પ્રમાણ વધતા સફાળી જાગેલી પાલિકાએ ડોર ટુ ડોર સર્વે અને ખાણીપીણીના વ્યવસાયો ઉપર સઘન ચેકિંગની સૂચના આપ્યા બાદ ફૂડ વિભાગ (food department) ની ટીમ છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્ય પદાર્થોના યુનિટ ઉપર દરોડા પાડી રહી છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં આરોગ્ય વિભાગની ફૂડ વિભાગ (food department) ટીમે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી પુરીનું વેચાણ કરતા ૧૯૦ વિક્રેતાને ત્યાં દરોડા પાડીને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

વડોદરા પાલિકા ફૂડ વિભાગે (food department) છેલ્લા બે દિવસ દરમિયાન પાણીપુરીનાં ધંધાર્થીઓનાં ત્યાં દરોડા પાડી સડેલા બટાકા, ડુંગળી, પ્રિપેર્ડ ફૂડ, ચટણી અને પાણીપુરીનું પાણીનો નાશ કર્યો હતો, છેલ્લા કેટલાક દિવસથી વડોદરામાં દરોડા યથાવત રહેતા પાણીપુરીના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આરોગ્યને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર પાણીપુરી વેચનારાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય ત્યારે પાણીમાં ફેરફાર થતાં પાણીપુરીના ધંધાર્થીઓ ચોખ્ખાઈ ન રાખતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. હાલ પાણીપુરીનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગ (food department)ની ટીમે પાણીપુરી વેચનારાઓની ત્યાં દરોડા પાડી સડેલા બટાકા અને સડેલી ડુંગળીનો જથ્થો પકડી પાડ્યો હતો. અને સ્થળ પર જ આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

હાલ વડોદરામાં અનેક પાણીપુરીનાં ધંધાર્થીઓ આવેલા છે. લોકોના આરોગ્યને ધ્યાને લઈને સતત પાલિકા ફૂડ વિભાગની ચારેય ઝોનમાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં અંદાજે ૧૯૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સડેલા બટાકાનો જથ્થો પકડી પાડીને દંડ વસૂલ કર્યો હતો.

Other News : ધો. ૧૦ અને ધો. ૧૨ના સિલેબસમાં ૩૦ ટકા જેટલો ઘટાડો કરી શકે છે બોર્ડ

Related posts

રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલની સ્પષ્ટતા : આગેવાનો સાથે બેઠક બાદ મિડીયા સમક્ષ કરી આ વાત

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh

ભાદરવી પૂનમનો મેળો બંધ રહેવાની શક્યતાથી ૧ મહિના પહેલા જ સંઘ શરૂ

Charotar Sandesh