Charotar Sandesh
સ્પોર્ટ્સ

એક ખેલાડીને છંછેડશો તો અમે બધા ૧૧ છોડીશું નહીં : રાહુલની ઇંગ્લેન્ડને ચેતવણી

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ

લોર્ડ્‌સ : લોર્ડ્‌સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાના ઐતિહાસિક વિજયના હીરો કેએલ રાહુલે મેદાનમાં થયેલી રકઝક અંગે ખુલીને વાત કરી હતી. મેચના પાંચમાં દિવસે બંને ટીમો વચ્ચે મેદાનમાં વાદ વિવાદ જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જસપ્રિત બુમરાહ સાથે જીભાજોડી શરૂ કરી દીધી હતી. બુમરાહ તે સમયે મોહમ્મદ શમીની સાથે ૯ મી વિકેટ માટે રમી રહ્યો હતો.

ભારતીય ટીમના ક્રિકેટરો લોર્ડ્‌સ મેદાનની બાલ્કનીમાંથી આ બધું જોઈ રહ્યા હતા. જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના ખેલાડીઓને મોં અને બેટ બંનેથી જવાબ આપ્યો. બુમરાહે ૫ માં દિવસે અણનમ ૩૪ રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડના ૩ બેટ્‌સમેનોને પેવેલિયન મોકલ્યા હતા, જેમાં જો રૂટનો પણ સમાવેશ થાય છે.

બુમરાહ બાદ વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ સહિત અન્ય ભારતીય ખેલાડીઓએ પણ જેમ્સ એન્ડરસન, જોસ બટલર અને ઓલી રોબિન્સન સાથે દલીલ કરી હતી

કેએલ રાહુલે મેચ બાદ ઝગડા વિશે કહ્યું હતું કે, ‘તમે બે સ્પર્ધાત્મક ટીમો પાસેથી આ જ આશા રાખી શકો છો, ઉત્તમ કુશળતા અને થોડી જીભાજોડી. કેએલ રાહુલે ઈંગ્લેન્ડના ખેલાડીઓને ચેતવણી આપતા કહ્યું, ‘અમે થોડી સમય સુધી કરાયેલ મજાક પર ધ્યાન આપતા નથી. તમે અમારા એક ખેલાડીને છંછેડશો તો અમે બધા ૧૧ છોડીશું નહીં.

Other News : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં એક શખ્સ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી મેદાનમાં ઘુસી આવ્યો

Related posts

સચિન તેંડુલકરે ક્રિકેટમાં દરેક સિદ્ધિ હાંસલ કરી, ટાયરમેન્ટ બાદ પણ કરોડોમાં રમે છે…

Charotar Sandesh

ખેલાડીઓએ જીત અને હાર અંગે બહુ વિચારવું ન જોઈએઃ પીવી સિંધુ

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડને ૫-૦થી હરાવીને ભારત ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીત્યું…

Charotar Sandesh