Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા નવા

ZEEનું સોની સાથે મર્જર થતાં દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક

ઝી અને સોની

મુંબઈ : મર્જરના સમાચારના પગલે બુધવારે ઝી (ZEE) નો શેર મંગળવારના બંધ ૨૫૫.૭૦ સામે ૨૮૧.૨૫ પર ખૂલ્યો હતો અને રુ. ૩૫૫ની ઊંચી સપાટી બનાવીને રુ. ૩૩૬.૮૦ પર બંધ આવ્યો હતો. આમ તેણે દિવસ દરમિયાન ૮૧.૧૦ રુપિયાનો એટલે કે ૩૧.૭૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો. ઝીનું માર્કેટ કેપ પણ અગાઉના દિવસના ૨૪,૬૫૦ કરોડથી વધીને ૩૨,૩૫૦ કરોડ થઈ ગયું હતું. આમ તેનું માર્કેટકેપ એક જ દિવસમાં આઠ હજાર કરોડ જેટલું વધ્યું હતું.

મનોરંજન ક્ષેત્રે અગ્રણી ઝી અને સોની ઇન્ડિયાનું મર્જર થવાના લીધે દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું છે. આ મર્જર પછી બનેલી નવી કંપનીમાં સોનીનો હિસ્સો ૫૨.૯૩ ટકા હશે અને ઝીનો હિસ્સો ૪૭.૦૭ ટકા હશે. મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે પુનિત ગોયેન્કા જારી રહેશે. મર્જર એકમમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે. નવી કંપનીમાં મોટાભાગના ડિરેક્ટરોની નિમણૂક સોની દ્વારા કરવામાં આવશે. મર્જર સાથે નવા એકમની આવક ૧૩,૬૦૦ કરોડથી વધારે અને કર્મચારીઓની સંખ્યા ચાર હજારથી વધારે થશે. બંને કંપનીઓ વચ્ચે થયેલા કરારના ભાગરુપે ઝીના પ્રમોટર કુટુંબને ઝીમાં તેનો હાલનો ૩.૯૯ ટકા હિસ્સો નવા એકમમાં વધારીને ૨૦ ટકા સુધી પણ લઈ જવા દેવાની છૂટ આપવામાં આવી છે.

ZEE અને એસપીએનના ઇક્વિટી મૂલ્યના વર્તમાન અંદાજોના આધારે સાંકેતિક મર્જર રેશિયો ઝીની તરફેણમાં ૬૧.૨૫ ટકા જેટલો છે. નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડથી પણ વધારે હશે. ઝીનું માર્કેટકેપ બુધવારે ૩૨,૩૫૦ કરોડ હતું. આ મર્જરના પગલે જાપાનીઝ બહુરાષ્ટ્રીય કંપની સોની કોર્પની પેટા કંપની સોની પિક્ચર્સ નેટવર્ક્‌સ ઇન્ડિયા (સોની) ઝીમાં બહુમતી શેરધારક બની ગઈ છે. આ મર્જરની ખાસિયત એ છે કે એસપીએનના શેરધારક મર્જરના ભાગરુપે વૃદ્ધિ માટે મૂડી ઠાલવશે. આ રકમ ૧.૫૭૫ અબજ ડોલર એટલે કે ૧૧,૬૧૫ કરોડ જેટલી હશે. નવી કંપની પાસે બંનેની થઈને કુલ ૭૫ ટીવી ચેનલો, બે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસિઝ (ઝી ફાઇવ અને સોની લિવ) તેમજ ડિજિટલ કન્ટેન્ટ સ્ટુડિયો (સ્ટુડિયો નેકસ્ટ) રહેશે.

Other News : ભારતમાં આ મહિનાથી બાળકોને કોરોના રસી આપી શકાશે

Related posts

મોદી રાજમાં CBI,ઇડી રાજકીય બદલો લેવાની એજન્સી બની ગઇ : કોંગ્રેસ

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૯૪ના મોત : સંક્રમિતોનો આંકડો ૧,૫૮,૩૩૩

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ G7ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી, જુઓ વિગત

Charotar Sandesh