Charotar Sandesh
ગુજરાત

દિવાળીમાં વેકેશન કરી આવતા ફરીથી કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે

દિવાળીમાં વેકેશન

સુરત : સુરતના લોકો દિવાળીના વેકેશનમાં વિવિધ રાજ્યોમાં ફરીને પરત આવે ત્યારે તેઓએ કોરોના ટેસ્ટ, RTPCR ફરજિયાત કરવાનો રહેશે એવું જાહેર કરાયું છે. જેને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિચારતા થઈ ગયા છે.

એટલુંરૂ જ નહીં, અન્ય બાબુઓ પણ ચર્ચા કરી રહ્યાં છે કે, વાસ્તવમાં તો આ નીતિવિષયક નિર્ણય છે. જેથી સમગ્ર રાજ્યના લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવાનો હોય અને આવો નિર્ણય સરકાર સ્તરેથી જ લેવાનો થાય છે. સચિવાલયમાં હાલમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ નિર્ણય લીધો કોણે ?

બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓએ તમામ લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવા માટેની વિચારણા કરવા બેઠકનો ધમધમાટ શરૃ કર્યો છે. જો કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે જોવાનું એ રહે છે કે, આવો નિર્ણય રાજ્યના તમામ આઠ મહાનગરો માટે લેવાય છે કે નહીં.

Other News : આણંદ : NRIના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ

Related posts

સીએસની પરીક્ષા : અમદાવાદીઓનો ડંકો, દેશના ટોપ-૧૦માં શહેરના ૩ વિદ્યાર્થીઓ…

Charotar Sandesh

ભાજપનો વળતો પ્રહાર : હાર્દિક પટેલને ગણાવ્યો ભાડુતી કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ…

Charotar Sandesh

વ્હોટ્‌સએપ વિડીયો કોલમાં ‘ખરાબ કામ’ કરાવ્યા બાદ વાયરલ કરવા યુવતીની ધમકી…

Charotar Sandesh