Charotar Sandesh
ગુજરાત બોલિવૂડ

ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

અભિનેત્રી કંગના રનૌત

ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

અમદાવાદ : જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના પડઘા ગુજરાત રાજ્ય બહાર કેટલાક રાજ્યો સહિત બોલિવૂડમાં પણ પડી રહ્યા છે, ત્યારે અનેક લોકો તેને લઈને પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આવામાં અભિનેત્રી કંગના રનૌતની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટના પર પ્રતિક્રીયા આપનારી કંગના બોલિવુડની પહેલી સેલિબ્રિટી છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટે પોસ્ટમાં લખ્યુ કે, ’ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ ૨૭ વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી.

તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

Other News : ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસ એ વધુ એક મૌલવીને દિલ્હીમાંથી ઉઠાવ્યો

Related posts

ઠંડી અને ઉપરથી રાત્રિ કરફ્યૂનો લાભ લઇ વડોદરામાં તસ્કરોએ ૧૭ દુકાનોના તાળા તોડ્યા…

Charotar Sandesh

‘દબંગ ૩’ની ફર્સ્ટ વીકેન્ડમાં ૮૧.૧૫ કરોડની કમાણી…

Charotar Sandesh

દીપોત્સવી પર્વની ઉજવણીમાં તિથિઓના સમયમાં ફેરફાર રહેતા લોકોમાં ભારે દ્વિધા, હવે જુઓ સમય-વિધિ

Charotar Sandesh