Charotar Sandesh
ઈન્ડિયા

૩ મહિનામાં ૬૦ કિમીથી ઓછા અંતર પર આવેલ ટોલનાકા બંધ કરાશે : કેન્દ્રિય મંત્રી ગડકરીની જાહેરાત

કેન્દ્રિય મંત્રી ગડકરી

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી

નવીદિલ્હી : રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે અનેક વિસ્તારોમાં લોકોને આજુબાજુ કે એકદમ નજીકના વિસ્તારમાં જવું હોય તો પણ લોકોએ ટોલ ચાર્જ ચૂકવવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ગૃહના સુચનને સ્વીકારતા નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આધાર કાર્ડ મુજબ જે તે વિસ્તારના લોકોને પાસ આપશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું સરકાર આગામી ૩ મહિનામાં અનેક ગેરકાયદે ટોલનાકાઓ બંધ કરવા જઇ રહી છે. ગડકરીએ સંસદમાં કહ્યું કે દેશમાં ૬૦ કિ.મીથી ઓછા અંતર વચ્ચે ટોલનાકા ન હોઇ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે. ગડકરીએ સંસદમાં બોલતા કહ્યું કે હું ગૃહને ભરોસો આપવા માંગુ છું કે એવા બધા ટોલ નાકા સરકાર આગામી ૩ મહિનામાં બંધ કરી દેશે. કારણકે આ ખોટું કામ છે અને આવા ટોલનાકા ચલાવવા ગેરકાયદેસર છે.

મંત્રી ગડકરીએ સાથે કહ્યું કે દેશમાં માર્ગ સલામતી વધારવી ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યુ કે અમે સરકાર તરફથી સલામતી માટે પગલાં ભર્યા છે. હવે દેશમાં કોઇ પણ વાહન બનશે તો તેમાં ૬ એરબેગ ફરજિયાત રાખવાની રહેશે. ગડકરીએ કહ્યુ કે , અમે રોડ એન્જિનયરિંગને સુધારવા પર પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે હાલમાં વિશ્વમાં થતા કુલ અકસ્માતમાં ૧૧ ટકા અકસ્માત ભારતમાં થાય છે, જેમાં ૧.૫૦ લાખ લોકો મોતને ભેટે છે. મોતની સંખ્યામાં ઘટાડો લાવવા માટે આપણે ભાર આપવો પડશે.

મંત્રી ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે જોન કેનેડીએ કહેલી એક વાત હું હમેંશા ધ્યાનમાં રાખું છું. કેનેડીએ કહ્યુ હતું કે અમેરિકા એટલા માટે સારું નથી કે તે અમીર છે, પરંતુ એટલા માટે સારું છે કે તેના રોડ સારા છે.ગડકરીએ કહ્યુ કે ભારતમાં પણ વર્ષ ૨૦૨૪ સુધીમાં રસ્તાઓ અમેરિકાની સમકક્ષ બની જશે.

Other News : પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે આગ લાગી : પેટ્રોલમાં હજુ ૧૪.૪૦ રૂપિયા વધશે તેવી સંભાવના

Related posts

મોંઘવારીનો ડબલ ડોઝ : એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો…

Charotar Sandesh

આજે ભારતીય જનતા પાર્ટીનો ૪૨મો સ્થાપના દિન : પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કાર્યકરોને આપ્યો મંત્ર

Charotar Sandesh

મહારાષ્ટ્રના પ્રાથમિક શિક્ષકે જીત્યો ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ’ એવોર્ડ, મળ્યા ૧૦ લાખ ડૉલર…

Charotar Sandesh