Charotar Sandesh
બોલિવૂડ

ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિ : રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

ચલચિત્ર નાયિકા દેવી (Nahika devi)

Gandhinagar : Gujarati ચલચિત્ર નાયિકા દેવી (Nahika devi) ને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને gujarat government દ્વારા આપવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવી (Nahika devi) ને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી.

આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે

આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવી (Nahika devi) ના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ Film છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે અને ધોરણ ૧૦નું આ તારિખે આવશે, જુઓ

Related posts

Bollywood : સોનુ સૂદે ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી…

Charotar Sandesh

સ્પેનિશ ફિલ્મની રિમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે આમિર ખાન…

Charotar Sandesh

અભિનેતા રણવીરસિંહે દીપિકાને એરપોર્ટ પર જાહેરમાં કિસ કરતાં ટ્રોલ થયા

Charotar Sandesh