Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર વર્લ્ડ

USA : અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા : આણંદના યુવકની ગોળી મારી હત્યા

ગુજરાતી પ્રેયસ પટેલ (preyash patel)

USA : અમેરિકામાં ગુજરાતીઓ ઉપર લૂંટ-હુમલાઓ (loot with murder) ની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે એક જ અઠવાડિયામાં બે ઘટના બનવા પામી છે, જેમાં વધુ એક ઘટના USAના વર્જેનિયા (virginia) માં ક્લિનક્રિક પાર્ક વેમાં સ્ટોર ધરાવતા આણંદ જિલ્લાના યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા (loot with murder) કરવામાં આવી છે, આ બનાવને લઈ મૃતકના કુટુંબીજનો ગુજરાતની અમેરિકા જવા રવાના થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના સ્થાયી થયેલ અને આણંદ જિલ્લાના સોજિત્રા (sojitra) ના વતની ૫૨ વર્ષિય પ્રેયસ પટેલ (preyash patel) ની ક્લિનક્રિક પાર્ક વેમાં આવેલ સ્ટોરમાં લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરાઈ છે. આ ઘટનામાં આ યુવક ક્રિનિકિક પાર્ક વેમાં આવેલ ૧૪૦૦ બ્લોક પર સેવન ઈલેવન (7 eleven) નામની દુકાન ચલાવતો હતો, દરમ્યાન બુધવારે પ્રેયસ પટેલ સ્ટોર ઉપર હાજર હતો, તેની સાથે વધુ એક કર્મચારી પણ હતો, ત્યારે અચાનક લુંટારૂ ટોળકીએ સ્ટોર પ્રવેશી અચાનક ગોળીબાર કરેલ.

આ ઘટનામાં ગુજરાતી પ્રેયસ પટેલ (preyash patel) અને કર્મચારી થોમસને ગોળી વાગતા ગંભીર ઘાયલ થયેલ, આ ઘટના બાદ પોલીસને જાણ થતાં અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બંને યુવકો યોર્ક બાઉન્ટીના ગુજરાતી યુવક પ્રેયસ પટેલ અને ન્યુપોર્ટ ન્યુઝ (newport news) ના ૩૫ વર્ષીય લોગન એડવર્ડ થોમસ (thomus) ને મૃત જાહેર કરાયા હતા.

પોલિસ અધિકારીઓએ CCTV ફૂટેજના આધારે ત્યાં એક શૂટર હોવાનું જણાયું છે, પરંતુ પોલીસ હજુય વધુ તપાસ કરી રહી છે.

સોજીત્રાના પ્રેયસ પટેલ (preyash patel) ના મોતના સમાચાર સાંભળતા તેમના પરિવારજનોમાં શોક છવાયો છે

આણંદ જિલ્લાના સોજીત્રાના વતની પ્રેયસ પટેલનું હુલામણું નામ ચીકો હતું, તે યુએસએના ન્યૂ પોર્ટ વર્જિનિયા (newport virginia)માં સ્થાયી થયેલ હતા, ત્યાં તેમને પીટરના નામે ઓળખતા હતા.

Other News : અમેરિકામાં વધુ એક ગુજરાતી લુટાયો : ન્યુજર્સીમાં જ્વેલરી શો રૂમમાં ૧૦થી ૧૨ બુકાનીધારીએ લૂંટ ચલાવી, જુઓ વિડીયો

Related posts

અમૂલ ડેરીનો ખુલાસો, કહ્યું- ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી…

Charotar Sandesh

ભારતીય મૂળની મોનીષા ઘોષની અમેરિકાના કોમ્યુનિકેશન કમિશનમાં નિમણૂંક…

Charotar Sandesh

એલર્ટ : આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : આજે કોરોનાના ૧૧૪ કેસ જ્યારે ઓમિક્રોનના ૩ કેસો નોંધાયા

Charotar Sandesh