Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

એલર્ટ : આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : આજે કોરોનાના ૧૧૪ કેસ જ્યારે ઓમિક્રોનના ૩ કેસો નોંધાયા

આણંદ જિલ્લામાં કોરોના

ગુજરાતમાં 24 કલાકમાં જ કોરોનાના 3350 અને ઓમિક્રોનના 50 નવા કેસ

આણંદ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અધધધ રેકોર્ડ ૩૩૫૦ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧ વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ ૨૩૬ લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનના ૫૦ કેસ પણ સામે આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં ૧૬૩૭ કેસ સામે આવ્યા છે. ગુજરાતના ૨૭ જિલ્લામાં કેસ સામે આવ્યા છે.

આણંદ જિલ્લામાં કોરોનાએ ચિંતા વધારી છે, ર૪ કલાકમાં જ ૧૧૪ કેસ નોંધાયા, ઓમિક્રોનના ૩ કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે. આજે એકપણ દર્દીને ડીસ્ચાર્જ નથી કરાયા. જિલ્લાવાસીઓએ પોતાની જવાબદારી સ્વીકારી સતર્ક રહી માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૧૬૩૭, સુરત શહેરમાં ૬૩૦, વડોદરા શહેરમાં ૧૫૦, રાજકોટ શહેરમાં ૧૪૧, આણંદમાં ૧૧૪, ખેડામાં ૮૪, સુરત ગ્રામ્ય ૬૦, ગાંધીનગર ગ્રામ્ય ૫૯, કચ્છ ૪૮, નવસારી ૪૭, ભરૂચ ૩૯, ભાવનગર શહેર ૩૮, વલસાડ ૩૪, વડોદરા ગ્રામ્ય ૩૧, ગાંધીનગર ૨૬, અમદાવાદ ગ્રામ્ય ૨૩, મોરબી ૨૫, જામનગર શબેર ૧૯, રાજકોટ ગ્રામ્ય ૧૮, દ્વારકા ૧૭, મહેસાણા ૧૩, દાહોદ ૧૨. સાબરકાંઠા ૧૦, જુનાગઢ શહેર ૮, અમરેલી ૭, મહીસાગર ૭, અરવલ્લી ૬, સુરેન્દ્ર નગર ૬, ગીર સોમનાથ ૬, બનાસકાંઠામાં ૨, તાપી બે, બોટાદ અને જામનગર ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે. અમરેલીમાં એકનું મોત થયું છે.

Other News : આણંદ જિલ્‍લામાં ૬૩,૩૩૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૮૩ કરોડની સહાય ચૂકવવામાં આવી

Related posts

ક્રિકેટર હાર્દિક પંડ્યા પિતા બન્યા, નતાશાએ આણંદમાં આપ્યો પુત્રને જન્મ…

Charotar Sandesh

આંકલાવ સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : દારૂની મહેફિલ માણતા ૨૬ ને પોલીસે દબોચ્યા

Charotar Sandesh

વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળશે, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

Charotar Sandesh