Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડિયાદ ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશનોના ગુનામાં ઝડપાયેલ ૩.૩૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

નડિયાદ ડીવીઝન

વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં કુલ ૩૭૬ જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ ડીવીઝનમાં આવતાં ટાઉન, નડિયાદ પશ્ચિમ, નડિયાદ રૂરલ, ચકલાસી અને વસો પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં કુલ ૩૭૬ જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો આજે પીજ ચોકડીનાં સર્વિસ રોડ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

નડિયાદ ડીવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ અને નડિયાદ પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિ ની ઉપસ્થિતીમાં ૧ લાખ ૨૫ હજાર દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ૩ કરોડ ૩૭ લાખનાં મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી નાસ કરવામાં આવ્યો હતો.

Other News : આણંદ : ઈન્શ્યોરન્શ પોલીસીના હપ્તાના પૈસાની બાબતે એજન્ટ ઉપર જીવલેણ હુમલો

Related posts

બપોરે ગરમી સાથે બફારાથી જનતા અકળાઈ : ડબલ ઋતુમાં રોગચાળાએ માથુ ઉંચકયુ…

Charotar Sandesh

પેટલાદ સિવિલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું

Charotar Sandesh

આણંદ કલેક્ટર સસ્પેન્ડ મામલો : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર આરોપીઓએ કાવતરુ રચ્યું હોવાનું ખુલ્યું

Charotar Sandesh