Charotar Sandesh
ગુજરાત

ભાજપના હેમા માલિની, પરેશ રાવલ, મનોજ તિવારી સહિતના ૪૦ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે

સ્ટાર પ્રચાર

અમદાવાદ : ભાજપના મહત્ત્વના રાજ્ય ગુજરાતના ઈલેક્શનને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. તેવામાં ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવશે.

ભાજપે અંદાજે ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં ૨૦થી વધુ સભાઓ કરશે, આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, અર્જુન મુંડા, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

મધ્યપ્રદેશ રાજ્યના સીએમ શિવરાજ ચૌહાણ, અસામના સીએમ હેમંત બિસ્વા તથા ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવી પ્રચાર ગજવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં બીજેપી માટે કેમ્પેઇન કરશે. તો સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો ભોજપુરી અભિનેતા રવિ કિશન, અભિનેત્રી હેમા માલિની, અભિનેતા લાલ યાદવ નિરહુઆ તેમજ ભોજપુરી ગાયક મનોજ તિવારી જેવા સ્ટાર્સ પણ ભાજપના પ્રચાર માટે મેદાને ઉતરશે. અભિનેતા પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારની યાદીમાં સામેલ છે.

Other News : ભાભી-નણંદ આમનેસામને : રિવાબા તો સેલીબ્રીટી છે, વિધાનસભા ચૂંટણી નહીં જીતી શકે : નયનાબાનો કટાક્ષ

Related posts

રામમંદિર ભૂમિ પૂજન : મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલે લોકોને આપી શુભેચ્છા…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૧૫ તારીખે માત્ર એક દિવસ માટે જ આવશે કચ્છ…

Charotar Sandesh

ગુજરાત પોલીસ તાલીમ સેન્ટરમાં ૪૭થી વધુ જવાનો કોરોનાગ્રસ્ત થતા ચિંતા વધી…

Charotar Sandesh