Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી-ડૉક્ટરોનું પ્રશંસનીય કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન

આરોગ્ય અધિકારી

આણંદ : જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી અંતર્ગત તમામ રાષ્ટ્રીય કાર્યક્રમની કામગીરીનું નિયમિત મુલ્યાંકન કરવામાં આવે છે.

જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુટુંબ કલ્યાણ કામગીરીનું મુલ્યાંકન થતા સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થયેલ છે, જે અન્વયે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પૂર્વીબેન નાયકને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા છે

આ ઉપરાંત સારસા સામુહિક આરોગ્ય કેન્દ્રના ગાયનેકશ્રી ડૉ. વિનશેન્ટ ક્રિશ્ચિયનને કુટુંબ નિયોજન અંતર્ગત લેપ્રો ટીએલના ઓપરેશનની તેમજ તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના સર્જનશ્રી ડૉ. આર. બી. બૈસને કુટુંબ નિયોજન અંતર્ગત પી.પી.આ.યુ.સી.ડી.ની પ્રશંસનીય કામગીરી બદલ રાજ્ય કક્ષાએથી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું વધુમાં જણાવ્યું છે.

Other news : નડિયાદમાં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ : એક શખ્સે બેન્ક કર્મચારીને ઝીંક્યા લાફા, જુઓ કારણ

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા, પ્રજાએ જાગૃત થવું પડશે : જિલ્લા કલેકટર

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત…

Charotar Sandesh

આણંદ જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ. સંતોનો પૂજન અર્ચન તેમજ સેવાવસ્તીમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh