Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

રાત્રી દરમિયાન ૧૨ દુકાનના શટર તોડી ચોરી કરનાર ૨ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ઝોન-૧

એલ.સી.બી. ઝોન

અમદાવાદ : શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇંચા. પોલીસ કમિશ્નરશ્રી હુકમથી અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ સા.શ્રી તથા ઇંચા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, સા.શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમા ઝોન-૧ કાર્યક્ષેત્રમા બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન એલ.સી.બી. ઝોન-૧ સ્ટાફના અ.હે.કો.અરવિંદભાઇ ડાહ્યાભાઇ તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ ખાનગીરાહે મળેલ સંયુક્ત બાતમી હકકીત આધારે રાત્રી દરમિયાન વસ્ત્રાપુર, સોલા, નારણપુરા વિસ્તારમાં કુલ ૧૨ દુકાનના શટર તોડી ચોરી કરનાર આરોપી નં-(૧) રાજકુમાર ઉર્ફે લાલો સાઓ ડુંગરભાઇ આહારી ઉવ.૨૩ (ર) વિજય સાઓ રસીકભાઇ કરશનભાઇ ઠાકોર ઉ.વ.૨૫ નાને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી નારણપુરા, વસ્ત્રાપુર તથા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- (૧) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. કિં.રૂ.૧૫૦૦૦/- તથા (૨) એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિં.રૂ.૨૦૦૦/- (૩) એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ.૨૫૦૦/- (૩) વિવો કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૨૦૦૦/- (૪) સેમસંગ કંપનીનો ડિસ્પ્લે તુટેલો મોબાઇલ ફોન કિં.રૂ.૧૫૦૦/- (૫) એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૦૦૦/- (૬) ટ્રીમર કિ.રૂ ૨૦૦/- (૭) કાળા ક્લરના ઇયર બસ કિં.રૂ૨૫૦/- (૮) સિલ્વર ધાતુના સિક્કા નંગ-૦૨ કિં.રૂ.૭૦૦/- (૯) રોકડ નાણા રૂ.૯૭૬૦/- મળી કુલ્લે કિ.રૂ.૩૪,૯૧૦/- ની માતાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે ડિટેક્ટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- (૧) નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૧૦૩ ૪૨૩૦૧૩૫ ૨૩ ધી ઇ.પી.કો.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ (૨) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૧૯૧૦૨૦ ૨૩૦૩૩૫/૨૩ ધી ઇ.પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૧૯૧૦૪૫૨૩ ૦૬૫૭/૨૩ ધી ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે.

Other News : ગુજરાતમાં આફતનો વરસાદ : બીજા રાઉન્ડમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી સૌથી મોટી આગાહી

Related posts

વીરતા પુરસ્કારની યાદીમાં ગુજરાતના ૧૯ પોલીસકર્મીને અપાશે પુરસ્કાર…

Charotar Sandesh

ત્રીજી માર્ચે નવમી વાર બજેટ રજૂ કરશે નીતિન પટેલ…

Charotar Sandesh

ગુજરાતમાં વરસાદી માહોલ : ૫૨ તાલુકાઓમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : સાર્વત્રિક વરસાદ

Charotar Sandesh