Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે ૦૪ ઉમેદવારો : મહિપતસિંહ ચૌહાણ મેદાનમા

ખંભાત વિધાનસભા

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ

૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૦૮ ખંભાત વિધાનસભા બેઠક માટે કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૬ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૦૮ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ૦૪ ઉમેદવારો રહ્યા છે. આ ૦૪ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૦૮ – ખંભાત વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ખંભાત સબ ડિવિઝન ખંભાત દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવવામાં આવ્યા છે.

આ  ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોની આખરી યાદી જોઈએ તો…

(૧)  ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી) – કમળ

(૨)  મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ), – હાથ

(૩)  ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ (અપક્ષ), – કાચનો પ્યાલો

(૪)  મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ) – ઓટોરીક્ષા

Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

Related posts

ઉમરેઠ : પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

Charotar Sandesh

વિદ્યાનગરમાંથી બનાવટી માર્કશીટો કૌભાંડ : ચારેય શખ્સો ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપાયા…

Charotar Sandesh