Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અડાસના સામાજીક સેવક જયરાજભાઈના જન્મદિન નિમિત્તે આણંદ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

રક્તદાન કેમ્પ

આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતાઓએ ૩૧૧ જેટલી બોટલ એકત્ર કરી સેવાકીય કાર્ય કરેલ

આણંદ : તાલુકાના અડાસ ગામના સામાજીક સેવક જયરાજભાઈના ૪૫મા જન્મદિવસ નિમિત્તે આણંદ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતો, જે કેમ્પમાં ૩૧૧ જેટલી બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું, જે આણંદ જિલ્લા ખાતે એક દિવસમાં થયેલ કેમ્પનો રેકોર્ડ હશે. આ કાર્યક્રમમાં મોટા પાયે નવયુવાનોએ રક્તદાનમાં જોડાયા હતા અને નાતજાતના ભેદભાવ ભૂલીને બ્લડ ડોનેટ કરી સેવાકીય કાર્ય કરેલ હતું.

સામાજીક સેવક જયરામભાઇના મિત્રો-સમર્થકો સહિત 500થી વધુ લોકો રકતદાન કરવા માટે ઉમટી પડયાં હતા : બ્લડ બેંકના કર્મીઓએ મોડી સાંજ સુધી ખડે પગે સેવા આપી

વધુમાં, સામાજીક સેવક જયરાજભાઈ એ જણાવ્યું હતું કે તેમને પોતાના જન્મદિનની ઉજવણી કઈ અલગ પ્રકારે સર્વસમાજને ઉપયોગી થાય એવી રીતે ઉજવવાનો વિચાર આવતાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, તેમના જણાવ્યા મુજબ આ એકઠું કરેલ રક્ત અત્યારે કોરોના મહામારીનો શિકાર બનેલ દર્દીઓ, અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ અને પ્રસુતિ સમયે જે ગરીબ સ્ત્રીઓને ઉપયોગ થાય એવું યોગ્ય આયોજન કરવામાં આવશે.

Jignesh Patel, Anand

Other News : અમૂલ દ્વારા દૂધના પાઉચ પર તિરંગો સ્ટીચ કરવા મુદ્દે રાષ્ટ્રધ્વજના અપમાનની ચર્ચા

Related posts

વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન…

Charotar Sandesh

આણંદ જિલ્‍લા પંચાયત ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh