Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતીમાં જોડાવાની ઉમદા તક : નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન

અગ્નિવીર ભરતી

આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે રહેવા જમવા સાથેની સુવિધા સાથે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન

આગામી તા. ૧૩ મી જૂલાઈના રોજ વિદ્યાનગર ખાતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

આણંદ : સંરક્ષણ ક્ષેત્રે આર્મી, નેવી, એરફોર્સ, પેરામીલીટરી ફોર્સ તેમજ પોલીસમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા આણંદ જીલ્લાના ઉમેદવારોને જીલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા દર વર્ષે રહેવા, જમવા અને સ્ટાઇપેન્ડ સાથેની ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ આપવામા આવે છે. આ વર્ષની તાલીમ ટુંક સમયમાં શરૂ થનાર છે, જે માટેની પ્રી-સ્કુટીની(પસંદગી પ્રક્રિયા) આગામી તા.૧૩/૦૭/૨૦૨૩ ના સવારે ૭.૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે રાખવામાં આવી છે. આ તાલીમ વર્ગમાં હિંમતનગર ખાતે તા. ૨૯/૦૭/૦૩ થી યોજાનાર અગ્નીવીરની ફીઝીકલ અને મેડીકલ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ નિ:શુલ્ક તાલીમમાં જોડાવા માટે અરજી કરેલ તેમજ અરજી કરવાની બાકી હોય તેવા તથા ૧૬૮ સે.મી.થી વધારે ઉંચાઈ (એસ.ટી. ઉમેદવાર માટે ૧૬૨ સે.મી.), ૫૦ કી.ગ્રા. વજન, ૭૭ થી ૮૨ સે.મી. છાતી અને ૧૭.૨ થી ૨૧ વર્ષની ઉમર ધરાવતા, ધોરણ ૧૦ પાસ, અપરણિત પુરૂષ ઉમેદવારોને તાલીમ માટે પસંદ કરવામાં આવશે. તાજેતરમાં લેવાયલ અગ્નીવીર લેખીત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને સદર તાલીમ વર્ગમાં પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટા અને આધાર કાર્ડની નકલ સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

વધુ માહિતી માટે બોરસદ ચોકડી પાસેના જિલ્લા સેવા સદનના ભોંયતળીયે રૂમ નં. ૨૫-૨૬માં આવેલ જીલ્લા રોજગાર કચેરી ખાતે રૂબરૂ માર્ગદર્શન મેળવવા તેમજ ૬૩૫૭૩ ૯૦૩૯૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Other News : USA : ન્યુ જર્સીમાં આગની દુર્ઘટના : કાર્ગો શિપ આગ સામે લડતા બે અગ્નિશામકો માર્યા ગયા

Related posts

ટ્રાફિક સમસ્યાને હલ કરવા ગણેશચોકડી વિસ્તારમાં રૂ.૧૪૩ કરોડના ખર્ચે ફલાયઓવર બનાવાશે : જુઓ બ્રિજનો નકશો

Charotar Sandesh

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh

આસોદર ચોકડી પાસે રોજગારી ગુમાવનાર વેપારીઓની મુલાકાત લેતા ધારાસભ્ય અમિત ચાવડા

Charotar Sandesh