Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના યુવાનો-યુવતીઓ માટે વાયુ સેનામાં જોડાવાની ઉમદા તક : ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

વાયુ સેનામાં જોડાવા

આણંદ : ભારતીય વાયુ સેના (ઈન્ડીયન એરફોર્સ)માં અગ્નિવીર વાયુ તરીકે જોડાવા ઇચ્છતા આણંદ જિલ્લાના અપરણિત પુરૂષો અને મહિલા ઉમેદવારોએ આગામી તા. ૧૭/૦૮/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અગ્નિવીર વાયુ તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવાર તા. ૨૭/૦૬/૨૦૦૩ થી તા. ૨૭/૧૨/૨૦૦૬ દરમિયાન જન્મેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨, ડીપ્લોમા કે આઈ.ટી.આઈ. માં ૫૦ ટકા સાથે પાસ હોય તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા ગુણ મેળવેલ હોય તેમજ પુરૂષ ઉમેદવારની ઊંચાઈ ૧૫૨.૫ સે.મી. તેમજ સ્ત્રી ઉમેદવારની ઊંચાઈ ૧૫૨ સે.મી. હોવી જોઈએ. તેમજ ઊંચાઈ અને વજન ઉમેદવારની વયના પ્રમાણમાં હોવા જોઈએ.

આણંદ જિલ્લાના જે ઉમેદવારોએ “અગ્નિવીર વાયુ”નું લેટેસ્ટ નોટીફીકેશન https://agnipathvayu.cdac.in વેબસાઈટ પર જોઈને તેમાં દર્શાવેલ વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી તા.૧૭ ઓગસ્ટ સુધીમાં  ઓંનલાઈન અરજી કરવા જણાવાયું છે

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, જૂનું જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં.૨૫/૨૬ ખાતે રૂબરૂ માર્ગદર્શન મેળવવા તેમજ ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી આણંદ દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦ મી.મી., અત્યાર સુધી કુલ-૪,૮૯૧ મી.મી. વરસાદ નોંધાયો

Related posts

આંકલાવ બ્લોકમાં ક્લસ્ટર કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવનાર શિક્ષકોને સન્માનિત કરાયા…

Charotar Sandesh

આણંદ : કારને પંકચર પડતા તેનો ફાયદો ઉઠાવી ૨ ઈસમો ૭૦ લાખના દાગીના લઈ ફરાર થયા

Charotar Sandesh

આણંદ-ઉમરેઠ-સોજીત્રાના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાશે

Charotar Sandesh