Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગના ૨૪ ઉમેદવારોના કુલ મળી ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા

વિધાનસભા બેઠક

આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

રદ થયેલા ઉમેદવારી પત્રો પૈકી

૧૦૮-ખંભાત વિધાનસભા બેઠક પર ૨ ઉમેદવારોના કુલ મળી ૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં ભીખાભાઇ વેરીભાઇ પટેલ અને નવિનચંદ્ર ડાહયાભાઇ સોલંકીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા. ૧૦૯-બોરસદ વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારોના કુલ મળી ૫ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં નટવરસિંહ સરદારસિંહ મહિડાના ૨ ઉમેદવારી પત્રો તેમજ હિતેશભાઇ રમેશભાઇ પટેલ, મોહનભાઇ જીકાભાઇ રાઠોડ અને બુધાભાઇ પુંજાભાઇ પરમારના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૦-આંકલાવ વિધાનસભા બેઠક પર ૩ ઉમેદવારોના કુલ મળી ૭ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં સંજયભાઇ હસમુખભાઇ પટેલના ૨ ઉમેદવારી પત્રો, રાજકુંવરબા અમીતભાઇ ચાવડાના ૪ ઉમેદવારી પત્રો અને જીતેન્દ્રભાઇ માધુભાઇ સોલંકીનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું હતું.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભરતભાઇ સુરેશભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૨-આણંદ વિધાનસભા બેઠક પર ૩ ઉમેદવારોના કુલ મળી ૪ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં મહેન્દ્રભાઇ સોઢા પરમારના ૨ ઉમેદવારી પત્રો તેમજ નિતાબેન સોલંકી અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૩-પેટલાદ વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારોના કુલ મળી ૪ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિજ્ઞાત્રીબેન બાબુભાઈ પટેલ, મનિષભાઈ ઠાકોર, અર્જુનભાઇ ભરવાડ અને શકીલએહમદ શરીફમીયા મલેકના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

૧૧૪-સોજીત્રા વિધાનસભા બેઠક પર ૬ ઉમેદવારોના કુલ મળી ૮ ઉમેદવારી પત્રો રદ થયા હતા. જેમાં વિપુલકુમાર વિનુભાઇ પટેલ અને જગદિશભાઇ ભયજીભાઇ સોલંકીના ૨-૨ ઉમેદવારી પત્રો તેમજ વિજયસિંહ પુનમભાઇ પરમાર, વસંતભાઇ રામાભાઇ બારોટ, નરેન્દ્રસિંહ મહિડા અને યુવરાજસિંહ મહિપતસિંહ ગોહીલના ૧-૧ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

Other News : નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ડીઝીટલ રોબોટ પ્રચાર કરી રહ્યો છે, જુઓ વિગત

Related posts

ડાકોર નગરપાલિકામાં અપક્ષના ૭ સભ્યો ને કરાયા સસ્પેન્ડ…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના અંત તરફ, ૯ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ : રિકવરી રેટ ૯૭.૬૬ ટકા…

Charotar Sandesh

અમૂલની ચૂંટણી, પરિણામો જાહેર : આણંદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા વિજયી થયા…

Charotar Sandesh