Charotar Sandesh
ગુજરાત

કેમિકલ કાંડમાં કુલ ૩૭ના મોત, વધુ ૮૯ લોકોની હાલત ગંભીર, રાજ્ય સરકારે ચાર્જશીટ કરવા આદેશ આપ્યા

સીએમ ભૂપેન્દ્ર પટેલે

અમદાવાદ : ગુજરાતમાં ગઈકાલે સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ મામલે પાટનગર સુધી પડઘા પડેલ છે, જેથી આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસવડા સાથે વાતચીત કરેલ, ત્યાર બાદ સઘન તપાસના આદેશ અપાયા છે.

આ કેમિકલ લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૭ લોકોના મોત નિપજ્યા છે, તેમજ ૮૯ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. પોલિસ તપાસમાં મૃતકોએ દારૂ નહીં પરંતુ દેશી દારૂમાં કેમિકલ નાંખીને પીધુ હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આ કેમિકલ કાંડ મુદ્દે રાજનિતી પણ શરૂ ગયેલ છે, ત્યારે અત્યાર સુધીમાં કયા કયા ગામના કેટલા લોકોના મૃત્યુ નિપજ્યા અને આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મુખ્ય આરોપી છે કોણ ? સહિતના સવાલો ઉઠવા પામેલ છે.

આ ઘટનામાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડથી મૃત્યુ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલ કે, ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ૧૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપેલ છે.

આ ઘટના બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાયેલ, જેમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા અને ચર્ચા-વિચારણા કરાઈ હતી.

Other News : કથિત લઠ્ઠાકાંડ મામલે CM અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ : આપ નેતા ઈસુદાન ગઢવી

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮-૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ આવશે…

Charotar Sandesh

પીએમ મોદીની સાથે ટ્રમ્પ ૨૫ ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે..!!

Charotar Sandesh

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું

Charotar Sandesh