Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ભારે વરસાદથી નવસારી હાઈવે પર પ૦૦૦ જેટલા ટ્રક ફસાયા : અંદાજે રૂ. ૫૦૦ કરોડનું નુકશાન

ટ્રક હાઈવે (highway)

નવસારી : રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લા પાણીમાં ગરકાવ થયેલ છે, જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બીજી તરફ હાઈવે (highway) ટક અનેક રોડ-રસ્તા પાણીમાં ડૂબી ગયેલ છે, ત્યારે અનેક ટ્રકો પણ આ બંધ રસ્તામાં ફસાયેલ છે.

આ બાબતે ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવેલ કે, દક્ષિણ ગુજરાતમાં ૫,૦૦૦ થી વધુ ટ્રક હાઈવે (highway) પર અટવાયેલ છે, જેને કારણે ગુજરાતમાં ટ્રકોની અછત વર્તાઇ છે. દક્ષિણના રાજયોના જે વાહનો ગયા હતા તે ભારે વરસાદને કારણે અટવાઈ ગયેલ છે. મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ઘણા રસ્તાઓ બંધ થયેલ છે.

એસોસિએશને કહેવા પ્રમાણે, ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટર્સને અંદાજે રૂ. ૫૦૦ કરોડનું નુકસાન થયું છે

રાજ્યમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે (national highway) ૪૮ બંધ થયેલ છે, ગુજરાતમાં લગભગ ૧૪,૦૦૦ જેટલા ટ્રકો રજિસ્ટર્ડ છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે વરસાદને કારણે કામકાજના દિવસોની ખોટનો સામનો કરી રહેલ છે.

વધુમાં તેઓએ જાણવા મળેલ કે, ટ્રાફિકની સમસ્યા તથા મોંઘું ઇંધણ ટ્રાન્સપોર્ટરોના બિલમાં વધારો કરી રહ્યા છે. રાજ્યના ટ્રાન્સપોર્ટરો દક્ષિણ ભારતમાં અટવાયેલી ટ્રક (truck)ના આગમનની વાટ જોઈ રહેલ છે. હવે વરસાદ સામાન્ય બંધ રહેતા અમદાવાદ-મુંબઈ હાઈવે (highway) પરથી પસાર થવાનો માર્ગ સરળ બને તેમ છે.

Other News : આણંદના ગંજ બજારમાં આજે હડતાળ રહ્યા : અનાજ-કઠોળ પર જીએસટી સામે જનાક્રોશ

Related posts

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ૭ વર્ષનું બાળક ૧૪ ચુંબકીય મણકા ગળી ગયું, સર્જરી કરાઈ જુઓ વિગત

Charotar Sandesh

પૂર્વ આઈટી અધિકારી તપાસ : ૩ સ્થળો પર તપાસ પૂર્ણ, ૧૦ સ્થળો પર તપાસ યથાવત્‌…

Charotar Sandesh

ઠંડી અને ઉપરથી રાત્રિ કરફ્યૂનો લાભ લઇ વડોદરામાં તસ્કરોએ ૧૭ દુકાનોના તાળા તોડ્યા…

Charotar Sandesh